અબતક ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ અને ચેનલ પર છ.શા.વિરાણી બહેરા-મૂંગા શાળાની લાઇવ પ્રસારણ
અબતક, અરૂણ દવે, રાજકોટ
આજે વિશ્વ શ્રવણ દિવસની સમગ્ર વિશ્ર્વમાં ઉજવણી થઇ રહી છે. આ વર્ષના થીમ “જીવન માટે સાંભળવા માટે, ધ્યાનથી સાંભળો’નો સંદેશ સાથે લોકોને જાગૃત કરાઇ રહ્યા છે. આજનો દિવસ બોલવાની કે સાંભળવાની ક્ષતિ સાથે નોર્મલ લોકો પણ કાનની સંભાળ લે તેવો પણ હેતું છે.
1960માં ત્રણ વિદ્યાર્થીથી શરૂ કરેલી આ શાળામાં આજે ધો.1 થી 12માં 230 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે
આપણી પાંચ મુખ્ય ઇન્દ્રીમાં કાન સૌથી અગત્યની બાબત શરીર સાથે જોડાયેલ છે ત્યારે તેની સંભાળ-સાવચેતી સાથે દરેક માણસે ધ્યાન રાખવું જરૂરી છે.
આજના વિશ્વ દિવસે ‘અબતક’ ડિજીટલ પ્લેટફોર્મ અને ચેનલ પર લાઇવ પ્રસારણ કરાયું હતું. જેમાં શાળાના બાળકોની વિવિધ સાઇન લેંગ્વેજ, પ્રાર્થના સાથે વિશ્ર્વની વિવિધ ઘટનાઓની વાત અને એકબીજાને કેમ પરિચય આપવો તેવી વિરાદ છણાવટ કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય કશ્યપભાઇ પંચોલી સિનિયર શિક્ષિકા રાગીશા દવે અને વર્ષીબેન વસાલી સ્ટાફ લાઇફ પ્રસારણમાં જોડાયા હતા. દર વર્ષે આ શાળામાં અંદાજે 35 જેવા નવા બાળકોને પ્રવેશ આપવામાં આવેલ છે. શાળામાં છોકરા-છોકરી માટે હોસ્ટેલ સુવિધા પણ છે. જેમાં 100 થી વધુ છાત્રો હાલ નિવાસ કરી રહ્યા છે.
લાઇવ કાર્યક્રમમાં બાળકોને પૂછાયેલા વિવિધ પ્રશ્ર્નોના જવાબો પણ આપ્યા છે. તેમની સાઇન લેંગ્વેજને કારણે તેનો બાળકની જેમજ વાતચીત કરે છે.
આજના દિવસે આવી બોલવાની કે સાંભળવાની ક્ષતિના હોય તેને પણ કાનની સંભાળ લેવી જરૂરી છે. જેમાં સ્વીમીંગ વખતે કાનમાં પાણી, કાનમાં સળી કે બીજી વસ્તુ ન નાખવી જેવી વિવિધ કેર રાખવી જરૂરી છે.
આ શાળાના બાળકો વિવિધ સ્પોર્ટ્સ તથા વિવિધ સ્પર્ધામાં પણ સારી પ્રગતિ કરીને રાજ્યકક્ષા તથા નેશનલ લેવલે પ્રગતિ કરી છે.
સાંભળવા અને બોલવાની ક્ષતિવાળા બાળકો માટે તમામ પ્રયત્નો કરી તેનો સંર્વાંગી વિકાસ કરીએ છીએ રજનીભાઇ બાવિશી
અમો 1960થી આ શાળા ચલાવીએ છીએ. ત્રણ બાળકોથી શરૂ કરેલ શાળામાં આજે 230 બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. આવા બાળકોનો સંર્વાંગી વિકાસ અમારી ટોપ પ્રાયોરીટી હોય છે. તમામ ટ્રસ્ટી મંડળના સહયોગ સાથે સ્ટાફની સુંદર કામગીરીને કારણે શાળાએ પ્રગતિ કરી છે. ગામડેથી આવતાં બાળકોને શ્રેષ્ઠ નાગરિક બનાવી તે શાળા તેને શ્રેષ્ઠ અભ્યાસ કરાવી રહી છે. શિક્ષણ સાથે સ્પોર્ટ્સમાં પણ બાળક આગળ આવે તેવો અમારો મુખ્ય હેતું હોય છે. તેને મેડીકલ સારવાર, સાંભળવાના મશીનો, ઓપરેશનો પણ કરાવાય છે. આ શાળાની સુંદર કામગીરીને કારણે તેની સુવાસ સમગ્ર ગુજરાત અને દેશમાં પ્રસરી છે.