લોકો માત્ર કર્ણપ્રિય વાતો સાંભળે છે ત્યારે બીજા કાનથી અણગમતી વાતોને અંગ્રેજીમાં “ઈગ્નોર કરે છે

બધીરોના ચિત્ર-વિચિત્ર પ્રકારો વિશે હળવી વાતો લ્યો સાંભળો

સાંભળો… કાલે સાંભળનારાઓનો દિવસ એટલે કે ‘વિશ્વ હિયરીંગ ડે’ આજની લાઈફ સ્ટાઈલ, ટેકનોલોજીને લઈ દિવસ દરમિયાન આપણે કેટકેટલા ચિત્ર-વિચિત્ર, કર્ણપ્રિય, ગમતા-અણગમતા અવાજો કાન સુધી પહોંચાડીએ છીએ. વળી આજના યુગમાં સાંભળતા બહેરાઓની સંખ્યા પણ વધી છે. એટલે તે બહેરા છે એવું નથી પણ ધ્યાનબેરા કહી શકાય. રસપ્રદ વાત તો એ છે કે તેમાંય પાછી દેખાદેખીની સ્પર્ધા, ચાલો ચશ્માના નંબર ન હોય તો શોખના ચશ્મા પહેરાય પણ બહેરા ન હોય તેવા લોકો બ્લુટુથ અથવા ઈયર ડિવાઈઝ લગાવે ! બાત કુછ હઝમ નહીં હોતી… એક સમયે બાળકો વાર્તાઓ સાંભળ્યા વિના સુવાનું નામ ન લેતા ત્યારે એ વાર્તાઓનું સ્થાન (કાનના ભુંગળાઓ) હેન્ડસફ્રીએ લઈ લીધુ છે.

કેટલાક લોકોને તો રાત્રે ગીતો સાંભળ્યા વીના ઉંઘ જ નથી આવતી. વિશ્વથી વ્યસ્ત ગણાતું એવું હિથરો એરપોર્ટ અવાજ પ્રદુષણને ધ્યાનમાં લઈ રાત્રે ૧૦ થી ૪ વાગ્યા સુધી બંધ રહે છે, પરંતુ શું આપણે કાનને હેન્ડસ્ફ્રીથી ખરેખર ફ્રી કરી શકશું ? ઈયર ફોન તમારા કાનને કાયમી ફ્રી કરે તેની પહેલા ચેતજો હો, કારણ કે ઘણી વખત લોકો તેની આસપાસના વાતાવરણ અથવા અન્યની વાતોની અવગણના કરવામાટે હેન્ડસ્ફ્રીનો ઉપયોગ કરતા હોય છે.એક અભ્યાસ મુજબ સામે આવ્યું છે કે, હેડફોન અથવા પોર્ટેબલ સ્પીકર્સ કાનને એટલું નુકશાન નથી કરતા જેટલું ઈયરફોન દ્વારા થાય છે.આ વર્ષે વિશ્વ હિયરીંગ ડે ઉપર તમારે પણ કાનનું ચેકઅપ કરાવવું જોઈએ.

આમ તો બહેરાશ અનેક પ્રકારની હોય છે જેમાં ખરેખર બેરા અને ધ્યાન બેરા વચ્ચે તફાવત રહેલ છે. જયારે તમે બેરા વ્યક્તિની બધીરતા અંગે જાણો જ છો પરંતુ ધ્યાન બેરા લોકો સાંભળીને પણ વાતને નકારી કાઢે છે. જાણે બહેરા થવાની સ્પર્ધા હોય તેમ લોકો કાનમાં હેન્ડસ્ફ્રી ચડાવીને ઈગ્નોરાય નમ:નો શ્લોક ખરેખર જીવનમાં ઉતારતા હોય છે. આમ આજની લાઈફ સ્ટાઈલમાં એટલો ફેર આવ્યો કે પહેલાના બાળકો પાસેથી વાર્તાઓ સાંભળતા આજના એ જ બાળકો મોબાઈલ વીના સુવાનું પસંદ કરતા નથી.

ભેંસ સામે ભાગવત કહેવત એટલા માટે પડી કારણ કે, કાન તો ભેંસને પણ હોય છે અને આપણે બોલીએ તો તેના કાન સુધી ધ્વની તો જાય પણ તે પ્રવચન કે પછી નાનપણથી જ કેમ ન હોય તેની કોઈ અસર ભેંસના જીવન ઉપર પડતી નથી. આવી જ સ્થિતિ ધ્યાનબેરા લોકોની છે. લોકો માત્ર કર્ણપ્રિય વાતો સાંભળે છે ત્યારે બીજા કાનથી અણગમતી વાતોને અંગ્રેજીમાં “ઈગ્નોર કરે છે.

બહેરા થાય તો થોડા વિકલ્પો ખરા પરંતુ ધ્યાનબેરા, મનબેરા, જાણી જોઈને બેરા, ઈગ્નોર બેરા, સ્ટાઈલીશ બેરા એમ બેરાઓના પણ ફેન્સી પ્રકારો છે. શ્રોતાઓના દિવસે આજની વાતને સાંભળનારા વાંચકોને ‘હેપ્પી વર્લ્ડ હિયરીંગ ડે’… સાંભળ્યું ને…!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.