બિલ એન્ડ મલિન્ડા ગેટસ ફાઉન્ડેશન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સૌથી મોટા દાતા બનશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સંબંધો સિમિત કરવાની જાહેરાત કરતા હવે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા માટે બિલ એન્ડ મલિન્ડા ગેટસ ફાઉન્ડેશન સંસ્થા માટે સૌથી મોટા દાતા તરીકે ઉભરી આવ્યું છે. વૈશ્વિક આરોગ્ય સંસ્થા માટે વૈશ્વિક ધોરણે કોઇ ખાનગી સંસ્થા સૌ પ્રથમ વાર મહત્વની બની રહી છે.

હકીકતમાં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલુે કે એક એવી સંસ્થા કે જે વિશ્વના સૌથી મોટા ટોચના ૧૦ દાતાઓ સહિત તેના સભ્યો દેશોમાં ચાર સભ્ય દેશો એક યુરોપીયન અને અન્યમાં બિન રાજકીય સભ્યો અને માનવ સેવા અભિગમ સાથે કાર્યરત સંસ્થા અને દેશોના યોગદાનથી સંસ્થા ચાલે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની બંધારણીય જોગવાઇ મુજબ તેનું સંચાલન કાયમી સભ્ય દેશોના નિયમિત ભંડોળથી ચલાવવામાં આવે છે. અને સભ્યદેશોને પણ આવક અને વસતીના પ્રમાણમાં નકકી કરેલી ધનરાશી સંસ્થામાં આપવાની જોગવાઇ હતી પરંતુ સભ્ય દેશોમાં મોટાભાગના દેશો સમય મુજબ પોતાના ભાગના નાંણા વધારજામાં ઉદાસીનતા દાખવવા લાગતા આ સંસ્થા બિનરાજકીય સંસ્થાઓ અને બહારના દાતાઓ પર દિવે નિર્ભર થતી જાય છે અને ભંડોળના વાંકે તેનો વારે જવા તત્પર જાય છે.

વૈશ્વિક આરોગ્ય નિષ્ણાતોના મતે વિશ્વ આરોગ્ય સંસ્થાનું ભંડોળ વધવું જોઇએ ૨૦૧૯ની સ્થિતિમાં જોઇએ તો પ૦૦ બિલિયન ડોલરનું ભંડોળ કે જે અમેરિકાની મોટી હોસ્પિટલના કરતા પણ ઓછું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું ચોથા ભાગનું ભંડોળ તો કાયમી ધોરણે ચલાવવામાં આવતા કાર્યક્રા જેવા કે પોલીયો નાબુદી, ટીબી માટે ખર્ચાય જાય છે. આમ વિશ્વ આરોગ્ય સંસ્થા છેલ્લા ઘણા સમયથી નાણા ખેંચ ભોગવે છે અને નવી બિમારીઓ  અને હવે કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે નાણાની ખેંચ ભોગી રહી છે.

વિશ્ર્વમાં કરોડપતિ દાતાઓના યોગદાનની હંમેશા પ્રતિક્ષા રહેલી હોય છે. આ સંસ્થા માટે કરોડ પતિઓ ના સહયોગ અને રોકાણ કયારેક અને અત્યારે જેવી પરિસ્થિતિમાં ઉપયોગી થાય છે. માટે અને અન્ય વૈશ્વિક ભંડોળમાં જો ગેટસનો સહયોગ મળે તો વૈશ્વિકક આરોગ્ય સુવિધાઓ દુરસ્ત બની જાય.

માનચેટટર યુનિ. ના પ્રોફેસર અને વૈશ્વિક આરોગ્ય અને માનવસેવા બાબતોના ડો. મુકેશ કપિલ મુજબ આ મુદ્દો વિશ્વ માટે મહત્વની હોવાનું જણાવ્યું હતું.વૈશ્વિક આરોગ્ય સંસ્થાની આર્થિક  સ્થિતિની સમીક્ષા કરનાર પીએચએફએ નો એ.કે. શ્રીનાથ રેડ્ડીએ લખ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ માં વૈશ્વિક આરોગ્ય સંસ્થા માટે ઘ્યાન દોર્યુ હતું કે આ સંસ્થાના સંચાલન માટે દાતાઓનું યોગદાન અને પુરતી નાણાકિય વ્યવસ્થા,  સંસ્થાઓ અને દાતાઓની પ્રાથમિકતા બની રહેવું જોઇએ. સંસ્થાઓને દાતાઓની વ્યકિતગત રૂચિ અને સહાયનો લાભ મળવો જોઇએ. લોક તાંત્રિક ઢબે ચાલતી સંસ્થાઓ માટે નાણાકીય સહયોગનું સંતુલન આવશ્યક હોય છે.

શ્રીનાથ રેડ્ડી સહિતના લેખકોએ મહત્વનું એક તારણ કાઢયું હતું કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા જેવી વૈશ્ર્વિક સંસ્થાઓને વૈર્વિક ફલ પરના પ્રોજેકટો માટે કાયમી સભ્યોના બદલે દાતાઓ પર નિર્ભર રહેવાની પરિસ્થિતિ આ સંસ્થાની સ્વાયત્તતા અને વૈશ્ર્વિક ધોરણે તેની અપેક્ષિત કાર્ય ફરજમાં તેની મર્યાદાઓ સિમિત કરી નાંખે છે.

બિલગેટસ હવે વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય દાતા તરીકે પોતાના યોગદાન આપવજા જઇ રહ્યા છે. અમેરિકાએ સાથેનો સંબંધ મર્યાદિત કરવા ની જાહેરાત કરી નાખી છે. અને આથી અમેરીકાને વિશ્વ ફલક પર અત્યાર સુધી વૈશ્વિક આરોગ્ય સંસ્થાને જે ભંડોળ આપવામાં આવતું હતું તેમાં મોટા પાયે ઘટાડો થઇ જશે.

આ પરિસ્થિતિમાં બિલએન્ડ મલિન્ડા ગેટસ ફાઉન્ડેશન વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનો સૌથી મોટો દાતા બની જશે. કાયમી સભ્ય દેશોને પોતાની આવક અને વસ્તીના પ્રમાણમાં સંસ્થા માટે ભંડોળ વધારવાની જોગવાઇઓમાં કાયમી સભ્યો દેશીની ઉદાસીનતા સંસ્થા માટે ભંડોળ ની ખોટનું કારણ બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.