રાષ્ટ્રપિતા ગાંધીજીએ કહ્યું છેકે, “પહેલું સુખ તે જાતે નર્યા”. આ સૂત્ર માનવ જીવનમાં ખુબ ઉપીયોગી છે. માણસ પાસે રૂપિયા, ટેક્નોલોજી, સુખ-સમૃદ્ધિ બધું હોય પણ સ્વાસ્થ્ય સુખ ના હોય તો બધી સગવડ અગવડ બની જાય છે. જે માણસ પાસે તંદુરસ્ત સ્વાસ્થ્ય નથી, તેના માટે દુનિયાની બીજી બધી સુવિધા કોઈ કામની નથી. આવા કોરોના મહામારીના કપરા સમયમાં હરેક લોકોએ માનસિક અને શારીરિક રીતે સ્વાસ્થ્ય રેવું જરૂરી છે. સ્વાસ્થ્ય રેવા માટેના અમુક બેઝિક નિયમો છે, જેવા કે ચિંતા ઓછી કરવી, શરીરને અનુકૂળ ખોરાક લેવો, દરરોજ વ્યાયામ,યોગ કરવા. શરીરની સંભાળ રાખવી એ દરોજ ખુબ જરૂરી છે, પણ વિશ્વ લેવલએ સ્વાસ્થ્ય માટે આજના દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)દ્વારા “વિશ્વ આરોગ્ય દિવસ” ઉજવાય છે.
દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ મનાવાય છે. જેની શરૂઆત પહેલી વખત 1948માં સ્વાસ્થ્ય સભામાં સ્થાપના થઈ હતી. 2 વર્ષ પછી 1950માં આ દિવસને એક ઉત્સવ તરીકે ઉજવાની શરૂઆત થઈ. આ દિવસ ઉજવા પાછળ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય ઉદેશ છે કે, વિશ્વમાં હરેક લોકો સ્વાસ્થ્યના વિષયો પર જાણકારી મેળવે અને પોતાના શરીર માટે જાગૃકતા કેળવે.
છેલ્લા 70 વર્ષોમાં વિશ્વ આરોગ્ય દિવસ સાથે સ્વાસ્થ્ય સબંધી બાબતો જેવી કે, માતા અને નવજાત બાળકના સ્વાસ્થ્ય, હવા દ્વારા ફેલાતું પ્રદુષણ જે શ્વાશ લેવામાં તકલીફ આપે, આવા અનેક મુદ્દા પર પ્રકાશ પાડ્યો છે. દરરોજ સવારથી લઈ સાંજ સુધીની આપડી સ્વાસ્થ્ય સબંધી પ્રક્રિયા પર મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા થઈ, જેમાં સ્વાસ્થ્યનું લેવલ સારું કરવા શું કરી શકીયે તેના ઉપાયો શોધીયા.