ટચૂકડા એવા કોરોના વાયરસે આપણે સૌ કોઈને હેરાન-પરેશાન કરી દીધા છે. પ્રવર્તમાન જે સ્થિતિ ઉભી થઈ છે એણે તો દેશ આખાની “પથારી” ફેરવી નાખી છે. પરંતુ આ વાયરસે માનવ જાતને કાળજી લેતા કરી દીધો છે એ વાતને નકારી શકાય નહીં. આજે લોકો હાથ-મોંની સ્વચ્છતા, આસપાસની સ્વચ્છતા વધુ રાખતા થઈ ગયા છે. કોરોનાના ડરે દરેકને એવા જાગૃત કરી દીધા છે કે લોકો ઝીણામાં ઝીણી વસ્તુની કાળજી લેતા થઈ ગયા છે. બહારથી કોઈ વસ્તુ લયાવે તો તરત તેને સેનિટાઈઝ કરવી,  હાથ ધોઈ લેવા વગેરે… એટલે જ તો કહેવાય છે કે જાગૃજતા અને સાવચેતી જ સલામતી આપી શકે !! આજે વિશ્વ હેન્ડ હાઇજિન દિવસ છે. એટલે કે આજના સમયમાં કોરોનાને હરાવવાનું જે પ્રથમ આપણું હથિયાર છે એ હાથની સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવવાનો દિવસ છે.

એ વાત તો સ્પષ્ટ છે કે જો કોરોનાને પ્રથમ તબક્કામાં જ જડમૂળ માંથી નાશ કરવો હોય અને હાથથી મોમાં પ્રવેશવા દેવો ન હોય તો હાથની સ્વચ્છતા રાખવી એક અનિવાર્ય શરત છે. મહામારીના આ યુદ્ધમાં સમયાંતરે હાથ ધોવા કોરોના સામે કોઈ અસ્ત્રથી કમ નથી. વર્લ્ડ હેન્ડ હાઇજિન દિવસ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા દર પાંચ વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષનું આ દિવસનું સ્લોગન “હાથની સ્વચ્છતા જીવ બચાવે છે” તેના ઉપર રાખવામાં આવ્યું છે.

હાલ કોરોનાથી બચવા હાથ કયારે-કયારે ધોવા જોઈએ ??

વોશરૂમ જયા પછી
જમ્યા પહેલા
ખોરાક તૈયાર કરતા પહેલા
બાળકની નેપીઝ બદલતા પહેલા અને પછી
ખાંસી અથવા છીંક આવ્યા પછી માટે
દવા લેતા પહેલા
ડોર કનોબ, રસોડું કાઉન્ટર-ટોપ, વોલેટ, કીઓ, રિમોટ અને દરવાજાને સ્પર્શ કર્યા પછી
પ્રાણીઓને સ્પર્શ કર્યા પછી
કચરો નાખ્યા પછી
પરિવારમાં બીમાર સભ્યોની સંભાળ પહેલાં અને પછી

હાથની સ્વચ્છતા જાળવવા માટેની ટિપ્સ

  • વાસણો ધોતી વખતે ગ્લોવ્સનો ઉપયોગ કરો
  • બાગકામ કરતી વખતે હાથ મોજાનો ઉપયોગ કરો
  • ડોક્ટર દ્વારા ભલામણ કરેલ સારી હેન્ડ ક્રીમનો ઉપયોગ કરવો
  • હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો
  • હોસ્પિટલની મુલાકાત લેવાની જરૂર હોય તો ઘરે આવ્યા પછી તુરંત જ હાથ ધોઈ લો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.