વિક્રમસિંહ જાડેજા, ચોટીલા:
સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામે ભરાતો વિશ્વ પ્રસિદ્ધ મેળો રદ કરવામાં આવ્યો છે. સતત બીજા વર્ષે મેળો રદ થયો છે. કોરોના મહામારીની ત્રીજી લહેરની ભીતિ વચ્ચે અને હાલની પરિસ્થતિને ધ્યાને લઈ તરણેતરનો મેળો કે જે ભાદરવી સુદ પાચમના દિવસે તરણેતર ખાતે આવેલ ત્રીનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભરાય છે. જ્યાં પાંચમની ધજા ચડે છે.
લોક મેળો છેલ્લા 2 વર્ષથી કોરોના માંહમારીના કારણે બંધ રાખવામાં આવતા લોકો મજા મળી શક્યા નથી. આ સ્થળને ઈ ન્ટર નેસનલ ફેર તરીકે પણ ઓળખાય છે. આ મેળામાં લોકો દેશ-વિદેશથી આવે છે અને આ મેળાની મોજ માણે છે. 2 વર્ષથી હાલ ચાલી રહેલ કોરોના મહામારી ના કારણે આ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવ્યો છે.
જે અંગે તરણેતર ગામના મહિલા સરપંચ અને ત્રીનેત્રએશ્વર મહાદેવ મંદિરના પૂજારી દ્વારા પણ જાહેર જનતા અને લોકોને અપીલ કરાઇ છે. આ બાબતે જાણ થાય તે માટે સુરેન્દ્રનગર જીલ્લા એસપી અને ડી.વાય.એસ.પી.ચેતન મુંધવા સહિતના અધિકારીઓએ પણ લોકોને જાણ માટે પરીપત્ર જારી કર્યો છે અને ઘરે રહો, સુરક્ષિત રહો તેમ જણાવી સાવચેતી રાખવા અપીલ કરી છે.