વિશ્વના સૌથી મોટા ભૂમિ પ્રાણીઓ મૈત્રીપૂર્ણ સાથે બાળકોના સૌથી પ્રિય પ્રાણી છે 7500 કિલોગ્રામ વજન ધરાવતા હાથી 70 વર્ષનું આયુષ્ય ધરાવે છે
આપણાં દેશમાં હાથી એક આદરણીય પ્રાણી છે. વિશ્ર્વભરમાં હાથીઓ માટે સુરક્ષિત સ્થાન નિર્માણ કરવા આજે ‘વિશ્ર્વ હાથી દિવસ’ સમગ્ર વિશ્ર્વમાં ઉજવાય છે. હાથી વિશ્ર્વના સૌથી મોટા ભૂમિ પ્રાણી છે. એક પુખ્ત હાથી 3 મીટરની ઉંચાઇ સાથે 7,500 કિલોગ્રામ વજન ધરાવે છે. આ વિશાળ પ્રાણીઓ સરેરાશ 50 થી 70 વર્ષ જંગલી જીવન જીવે છે. તે દરરોજ 150 કિલો ખોરાક લે છે. આ કદાવર પ્રાણી માનવ સાથે ઝડપથી હળી-મળી જતાં હોવાથી લોકો તેને પાળે છે અને તે સ્પંદનોની ભાષા પણ સમજી જાય છે. તે બાળકોનું સૌથી પ્રિય પ્રાણી છે.
આજે વિશ્ર્વ હાથી દિવસે તેના વિશે જન જાગૃતિ અતી આવશ્યક છે. આજે વિશ્ર્વમાં તેના શિકાર આવાસની ખોટ અને માણસ પ્રાણીઓના સંઘર્ષ સાથે ઘણી બધી સમસ્યાઓ વચ્ચે તે જીવી રહ્યા છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર (ઈંઞઈગ)ની જોખમી પ્રજાતિઓની લાલ યાદીમાં આફ્રિકન હાથીઓને ‘સંવેદનશીલ’ અને એશિયન હાથીઓને સંકટગ્રસ્ત તરીકે સુચિબધ્ધ કરાયા છે.
વિશ્ર્વભરની ઇકોસિસ્ટમમાં ‘હાથી’નું વિશેષ મહત્વ છે. કમનશીબે આજે તેના હાથી દાંતના શિકારને કારણે આ જમ્બો પ્રાણી યાતના સહન કરી રહ્યા છે. આપણે દર વર્ષે તેને ગુમાવતા રહીએ છીએ.
વિશ્ર્વ હાથી દિવસે એક આનંદના સમાચાર છે કે એશિયાના તમામ હાથીઓ પૈકી અંદાજે 60 ટકા આપણાં દેશમાં રહે છે, છેલ્લા આઠ વર્ષમાં હાથીઓના અનામતની સંખ્યામાં વધારો થયો છે. નેશનલ જ્યોગ્રાફીકના આંકડા મુજબ છેલ્લા 75 વર્ષમાં હાથીની વસ્તીમાં અંદાજીત 50 ટકાનો ઘટાડો થયો છે. આજે છેલ્લા આંકડા મુજબ એશિયાખંડમાં 20 થી 40 હજાર જ હાથી બચ્યા છે.
2012થી ઉજવાતા આ દિવસ વર્લ્ડ એનિફન્ટ સોસાયટી દ્વારા સંચાલિત થાય છે ત્યારે આજના દિવસે હાથીઓના સંરક્ષણો, તેના જોખમો વિષયક વૈશ્ર્વિકસ્તરે જાગૃત્તિ લાવવાનો પ્રયાસ છે. આપણાં દેશમાં દક્ષિણ કર્ણાટક વિસ્તારમાં 2017ની છેલ્લી ગણતરી મુજબ જંગલોમાં 6049 મુક્ત શ્રેણીવાળા હાથીઓ વસવાટ કરે છે. વન વિભાગ પણ તેના સંરક્ષણ માટે મહત્વની કામગીરી કરે છે, તેને છેલ્લા 20 વર્ષમાં 74 જંગલી પ્રાણીઓને પકડીને પુન:સ્થાપિત કર્યા છે. કુદરતી અને માનવ સર્જિત આ બન્ને કારણોસર ઘણા હાથીઓના મૃત્યું પણ થયા હતા.