લોકો કુદરતી સ્ત્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને જાગૃત કરવા 22 એપ્રિલ,1970 થી પૃથ્વી દિવસ મનાવવાનું શરૂ કરાયું હતું.
તે વખતના અમેરિકાના સાંસદ ગેરોલ્ડનેશનલે પૃથ્વી દિવસ મનાવવાનો પ્રારંભ કરાવ્યો હતો. પાણી, વનસ્પતિ, ખનીજ તેલ જેવા કુદરતી સ્રોતોના બેફામ ઉપયોગના કારણે આજે વિશ્વમાં પાણી, શુધ્ધ હવા જેવા સ્રોતોની ખેંચ વર્તાઈ રહી છે. પૃથ્વી ઉપર ભારણ વધ્યું છે. તેથી જ કદાચ કુદરતે કોરોના મહામારી જેવી પરીસ્થિતિનું સર્જન કર્યું છે. પૃથ્વીના ગુણગાન અને તેની પૂજા વેદોમાં કરવામાં આવે છે. ઋગ્વેદ ઉપરાંત અર્થવવેદના બારમા મંડળના ભૂમિક સૂક્તમાં પૃથ્વીની ઉત્પત્તિ વિશે બતાવ્યુ છે. બ્રહ્મા અને વિશ્વકર્મા વગેરે દેવતાઓને કારણે પૃથ્વી પ્રગટ થઇ. આ સૂક્તમાં 63 મંત્રોમાં પૃથ્વીની વિશેષતા અને તેના પ્રતિ મનુષ્યોના કર્તવ્યોનો બોધ કરાવ્યો છે. જે રીતે માતા પોતાના પુત્રોની રક્ષા માટે ભોજન પ્રદાન કરે છે એ જ રીતે માતાની રક્ષા કરવી પુત્રોનુ પણ કર્તવ્ય છે. જ્યારે વિશ્વકર્માએ અંતરિક્ષમાં હવન કર્યુ તો પૃથ્વી અને તેમા છિપાયેલા ભોજ્ય પદાર્થ પ્રગટ થઈ ગયા. જેનાથી ધરતી પર રહેનારા લોકોનુ પાલણ પોષણ થઈ શકે. મતલબ ભગવાન વિશ્વકર્માએ જ્યારે લોકકલ્યાણની ભાવનાથી હવન કર્યું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતા પ્રગટ થયા અને બધા દેવતાઓમાંથી શક્તિનો અંશ કાઢ્યો અને એક શક્તિ પૂંજ બની ગયુ. પછી એ શક્તિ પુજ ધરતીના રૂપમાં બદલાઈ ગયું.
વેદોમાં પૃથ્વીને માતા માનવામાં આવે છે. તેથી તેની સુરક્ષા આપણુ કર્તવ્ય છે. ધરતીને પવિત્ર અને મા નુ રૂપ માનતા આપણે તેનાથી મળનારા પદાર્થોને વ્યર્થ ન જવા દેવા જોઇએ. પ્રદૂષણ અને ગંદકી વધવાથી રોકવી જોઈએ અને પૃથ્વી પર વધુથી વધુ વૃક્ષ ઉગાડવા જોઈએ. પૃથ્વીને સ્વસ્થ રાખવા વીજળી બચાવવી જોઇએ જેનાથી ગ્લોબલ વોર્મિંગની સ્થિતિથી બચી શકાય છે, પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ, પ્લાસ્ટિકને કારણે પૃથ્વી પર અતત ગંદકી વધી રહી છે, કેમિકલ અને તેનાથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ કેમિકલથી પૃથ્વી પર પાણી, હવા અને માટી એટલે કે દરેક પ્રકારનું પ્રદૂષણ ફેલાય છે. તેને રોકવુ જોઈએ. જીવહત્યા અટકાવવી જોઈએ.