ભારત આજનાં વોર્મઅપ મેચમાં વિજયી મેળવી ૩૦મેથી રમાનાર આઈસીસી વર્લ્ડકપમાં સકારાત્મક અભિગમ સાથે ઉતરશે
ભારત પ્રથમ પ્રેકટીસ મેચમાં ન્યુઝીલેન્ડ સામે કારમી હાર બાદ આજે બાંગ્લાદેશ સામે સોફીયા ગાર્ડનમાં પોતાની બીજી તથા અંતિમ વોમઅપ મેચ રમવા મેદાને ઉતરશે. આ મેચમાં વિજય હાંસલ કરીને ભારતીય ટીમ સકારાત્મક અભિગમ સાથે ૩૦મી મેથી રમાનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં રમવા માંગશે. બીજી તરફ બાંગ્લાદેશને વોમઅપ મેચ રમવાની તક મળી નથી કારણકે પાકિસ્તાન સામેની તેની મેચ વરસાદનાં કારણે ધોવાઈ ગઈ હતી.
આજે ભારતે બેટીંગ ચાર્જઅપ કરવાનો મોકો મળશે અને વિજય હાંસલ કરે તેવો સકારાત્મક અભિગમ દેખાઈ રહ્યો છે.કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં ટોસ જીતીને બેટીંગ કરી હતી. બાંગ્લાદેશ સામે તે ટોસ જીતીને સંભવિત રન ચેઈજ કરવાનો પ્રયાસ કરે તેવી પુરી સંભાવના છે. ન્યુઝીલેન્ડ સામેનાં પરાજયનાં કારણે ભારતીય ટીમને પોતાનાં પ્રદર્શનની સમીક્ષા કરવાની ફરજ પાડી દીધી છે. આજે બાંગ્લાદેશ સામેની મેચમાં કોહલીનાં નેજા હેઠળ ઈન્ડિયા ટીમ સારું પર્ફોમન્સ કરે તેવી શકયતા છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમની વિકેટ ટપોટપ પડી હતી જોકે રવિન્દ્ર જાડેજાની અડધી સદીનાં સહારે ટીમનો સ્કોર ૧૧૯ રને પહોંચ્યો હતો.
આજે બાંગ્લાદેશ સામેની વોમઅપ મેચ ભારત રન ચેઈજ કરશે તો ચોથા ક્રમે કોણ ઉતરશે તે મોટો પ્રશ્નાર્થ છે. વર્લ્ડકપ પહેલા ભારત તેની ચોથા ક્રમાંકની સમસ્યા ઉકેલી નાખે તે ખુબ જ જરૂરી બન્યું છે.બાંગ્લાદેશનાં અત્યાર સુધી પ્રેકટીસ મેચ રમવાની તક મળી નથી. આજે ભારત સામેની મેચની પૂર્વ તૈયારીને અંતિમઓપ અપાઈ. બાંગ્લાદેશ પાસે તમીમ ઈકબાલ, સોમ્યા સરકાર, શબ્બીર રહેમાન, મોહંમદ મિથુન, ઓલ રાઉન્ડર સાકીર ઉલ હસન જેવા અનુભવી ખેલાડીઓ છે તો ભારત પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની જેવા અનુભવી ખેલાડીઓ સાથોસાથ હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, વિજયશંકર જેવા ઓલરાઉન્ડર ખેલાડીઓ છે અને જસપ્રીત બુમરાહ, મોહમંદ સામી, ભુવનેશ્વરકુમાર જેવા ફાસ્ટ બોલર અને કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ જેવા વર્લ્ડનાં બે સ્પીનરો છે.