Abtak Media Google News

15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખમાં ફેરફા. કરાયો

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થવા જઈ રહ્યો છે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત અને પાકિસ્તાનની ટીમના મેચને લઈને મોટા આપડેટ સામે આવ્યા છે. જેમાં 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે બળાબરના પરખા થશે. જો કે, એવું માનવામાં આવી રહ્યું હતું કે ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ એ અટકળોની આંધી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે dઅને હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો 14 ઓક્ટોબરે બાબર આઝમની ટીમ સાથે થશે તે સ્પષ્ટ થયું છે.

તાજેતરમાં ક્રિકેટ બોર્ડ દ્વારા વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જારી કરવામાં આવ્યું છે. તે શિડ્યુલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી, જેને લઈ ક્રિકેટર પ્રેમીઓમા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે તે કાર્યક્રમમાં બાદલાયો છે. 15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.પરિણામે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે અમદાવાદમા જ રમાશે.

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ રમશે.  8 ઓક્ટોબરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે જે ચેન્નાઈમાં યોજાશે. તે જ સમયે, વિશ્વ કપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ભારતની મેચનો શેડ્યૂલ

  • 8 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા ચેન્નાઈ
  • 11 ઓક્ટોબર અફઘાનિસ્તાન દિલ્હી
  • 14 ઓક્ટોબર  પાકિસ્તાન અમદાવાદ
  • 19 ઓક્ટોબર બાંગ્લાદેશ પુણે
  • 22 ઓક્ટોબર ન્યુઝીલેન્ડ ધર્મશાળા
  • 29 ઓક્ટોબર ઇંગ્લેન્ડ લખનૌ
  • 2 નવેમ્બર ક્વોલિફાયર-2 મુંબઈ
  • 5 નવેમ્બર દક્ષિણ આફ્રિકા કોલકાતા
  • 11 નવેમ્બર ક્વોલિફાયર-1 બેંગલુરુ
  • 15 નવેમ્બર સેમિફાઇનલ-1 મુંબઈ
  • 16 નવેમ્બર સેમિફાઇનલ-2 કોલકાતા
  • 19 નવેમ્બર ફાઇનલ અમદાવાદ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.