ક્રિકેટ જગતની સૌથી મોટી ટુર્નામેન્ટ જેની વાટ ક્રિકેટ રસીયાઓ આતુરતાથી જોતા હોય તેવા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ ના શેડયુલ જાહેર કરી દેવામાં આવ્યા છે. જયારથી વર્લ્ડ કપ અંગેની જાહેરાત થઇ હતી ત્યારથી જ ક્રિકેટના ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આ વર્ષે ઇગ્લેન્ડમાં વર્લ્ડ કપ યોજનાર છે આગામી વર્ષે તા.૩૦ મેના રોજ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ શરુ થનાર છે.
જેમાં ૧૪મી જુલાઇના રોજ ફાઇનલ મેચ યોજાશે. કુલ ૪૬ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટ ૧રમી સીરીઝ છે. વર્લ્ડ કપમાં ૧૦ ટીમો ભાગ લઇ રહી છે. જેની વચ્ચે કુલ ૪ર મેચો રમાશે. જેમાં ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશ, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ટકરાર થશે ૩૦ મેના રોજ શરુ થનાર વર્લ્ડ કપ માટેની જંગમાં પ્રથમ દિવસે લંડનમાં ઇગ્લેન્ડ વિરુઘ્ધ દક્ષિણ આફ્રિકા ૩૧મેના નોટિધહામમાં પાક. વિરુઘ્ધ વિન્ડીઝ ૧લી જૂને કાર્ડિકમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકા, બ્રિસ્ટલમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલીયા, ૨જી જૂને બાંગ્લાદેશ સામે દ.આફ્રિકા, ૩જી જૂને ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાન, ૫મી જૂને ભારત સામે દ.આફ્રિકા, બાંગ્લાદેશ સામે ન્યુઝીલેન્ડ, ૬ઠી જૂને ઓસ્ટ્રેલીયા સામે વેસ્ટ ઈન્ડિઝ, ૭મી જૂને પાકિસ્તાન સામે શ્રીલંકા, ૮મી જૂને ઈંગ્લેન્ડ સામે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સામે ન્યુઝીલેન્ડ, ૯મી જૂને ભારત સામે ઓસ્ટ્રેલીયા, ૧૦મી જૂને વિન્ડીઝ સામે સાઉથ આફ્રિકા, ૧૧મી જૂને બાંગ્લાદેશ સામે શ્રીલંકા, ૧૨મી જૂને ઓસ્ટ્રેલીયા સામે પાકિસ્તાન, ૧૩મી જૂને ભારત સામે ન્યુઝીલેન્ડ, ૧૪મી જૂને ઈંગ્લેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝ, ૧૫મી જૂને ઓસ્ટ્રેલીયા સામે શ્રીલંકા, અફઘાનિસ્તાન સામે સાઉથ આફ્રિકા, ૧૬મી જૂને ભારત સામે પાકિસ્તાન, બાંગ્લાદેશ સામે વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન સામે ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ સામે દ.આફ્રિકા, ઓસ્ટ્રેલીયા સામે બાંગ્લાદેશ, ઈંન્ગ્લેન્ડ સામે શ્રીલંકા સહિતની ટીમો ૬ જુલાઈ સુધી વર્લ્ડ કપ સેમીફાઈનલ સુધી પહોંચવાની જંગ ખેલશે.