૩૫ દેશોનું એક સંગઠન ડિજિટલ કંપનીઓ પર ટેકસ લગાવે તેવી સંભાવના
ઈન્ટરનેટમાં સોશિયલ નેટવર્કિંગના બ્રહ્મસ્ત્ર ગુગલ અને ફેસબુક અબજોની કમાણી કરી નફો રણે છે. સૌથી મોટી નેટવર્કિંગ કંપનીઓ તરીકે વિશ્ર્વભરમાં સઘળુ પ્રભુત્વ ધરાવે છે. જેનો ખ્યાલ સૌ કોઈને છે પરંતુ આખા વિશ્ર્વભરમાંથી આટલી કમાણી કરતુ ગુગલ અને ફેસબુક કોઈ પ્રકારનો નફાનો ભાગ આપતું નથી માટે ઈઝરાયેલ ઈન્ટરનેટના મહાકાય ગુગલ અને ફેસબુક પર માત્ર એક વર્ષમાં જ ટેકસ લગાવવાની તૈયારી કરી રહ્યું છે.
ઈઝરાયલના ટેકસ ઓથોરીટીના હેડ ચીફ મોશો અશેરે જણાવ્યું હતું કે, ફેસબુક ગુગલ પર ટેકસ લગાવનાર વિશ્ર્વનું પહેલુ દેશ ઈઝરાયલ બનશે. કારણકે યુરોપ હાલ આ જટીલ પ્રક્રિયાથી ત્રાસી ચૂકયું છે. તેમનો લક્ષ્યાંક બને તેટલી વધુ માહિતી મેળવી યોગ્ય ટેકસનો આંકડો બહાર લાવવાનો છે. વર્ષભરમાં જ તેઓ આ સમસ્યાઓનું નિવારણ કરશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ટેકસ ઓથોરિટી આ સિવાય અન્ય મલ્ટીનેશનલ કંપનીઓ પર પણ ટેકસ લગાવશે પરંતુ વધુ ટિપ્પણી કરવાની તેમણે મનાઈ કરી હતી. જોકે ફ્રાન્સ ગુગલ, ફેસબુક પર ટેકસો લગાવવાના પ્રયત્નો હાથધરી રહ્યું છે. કારણકે બન્ને કંપનીઓ અઢળક નફો રળે છે. આ ઉપરાંત ઈઝરાયલ એપલ કંપની પર પણ ટેકસ લગાવવાની વિચારણા ધરાવે છે. ઈઝરાયલ બાદ વિશ્ર્વના ૩૫ દેશોનું એક સંગઠન (ઓઈસીડી) પણ ડીજીટલ કંપનીઓ પર ટેકસ લાદીને તેમના નફામાંથી હિસ્સો મેળવવા પોલીસી તૈયાર કરીને સંભવત: આવતા વર્ષે તેને લાગુ કરશે.