માનવ જાતે પોતાના સંપૂર્ણ ઇતિહાસમાં જેટલો વિકાસ કર્યો છે, એટલો જ કદાચ છેલ્લા 1500 થી 2000 વર્ષમાં કદાચ ડબલ છેલ્લા 150-200 વર્ષમાં કર્યો છે. નવી શોધો, નવું જ્ઞાન, નવી દિશાઓ તરફ સંપૂર્ણ વિશ્વ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. સૌથી વધુ માનવ જીવન ઉપર અસર કરી હોય તો તે ટેકનોલોજીએ કરી છે. આજે પ્રત્યેક ક્ષેત્રમાં કમ્પ્યૂટર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો દબદબો જોવા મળે છે. ભારતમાં ડિજિટલ વિભાજન ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેવામાં અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ કમ્પ્યૂટર સાક્ષર થાય તેવા ઉમદા હેતુથી અદાણી ફાઉન્ડેશને બીડું ઝડપ્યું છે.
દર વર્ષે 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ (ઠજ્ઞહિમ ઈજ્ઞળાીયિિં કશયિંફિભુ ઉફુ) ઉજવવામાં આવે છે. કમ્પ્યુટર એ બાળક પ્રાથમિક શાળાઓમાં જ શીખતા થાય તે ખુબ જ જરૂરી છે પણ વધુ મહત્વનું એ છે કે સમગ્ર માનવજાત ટેકનોલોજીના સદુપયોગ માટે સંવેદનશીલ બને! અને તેનો પાયો બાળપણથી જ નાંખવામાં આવે. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ સરકારી પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન આપવા આઈટી ઓન વ્હીલ્સ નામની પહેલ ચાલી રહી છે. ગુજરાતમાં મુંદ્રા, હજીરા અને દહેજની 56 શાળાના 5500 થી વધુ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર શિક્ષણનો લાભ લઈ રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત લેપટોપથી પ્રેક્ટીકલ શીખવાની તક દિવાસ્વપ્ન સમાન છે. જો કે આઈટી ઓન વ્હીલ્સ થકી તેમને કમ્પ્યુટર શીખવાની ઉત્તમ તક સાંપડી રહી છે. જે ધીમે ધીમે શાળાના સ્ટાફ અને ગામ લોકો માટે સંતોષ અને ગૌરવની લાગણી થતી ગઈ. આઈટી ઓન વ્હીલ્સની લોકપ્રિયતાને બિરદાવતા કચ્છ જિલ્લાની કમંઢપુર પ્રાથમિક શાળાના આચાર્ય પરેશ નાઈ જણાવે છે કે, કમ્પ્યુટર શીખવાની ઝંખનાથી અમારી શાળાના વિદ્યાર્થીઓ ઈંઝ ઓન વ્હીલ્સની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ઉત્થાન હેઠળ કમ્પ્યુટરનું પ્રેક્ટીકલ અને કૌશલ્યલક્ષી જ્ઞાન મેળવવાથી વિદ્યાર્થીઓ ભારતના ભાવિ નિર્માણમાં યોગદાન આપવાની તૈયારી કરી રહ્યા છે.
આ પ્રોજેક્ટમાં એક વાનમાં બે શિક્ષકો અને 40 લેપટોપ થકી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને કમ્પ્યુટરના પાઠ શીખવવામાં આવે છે. 3 મહીના બાદ ઉત્થાન અસેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓનું સમગ્રતયા મુલ્યાંકન કરવામાં આવે છે. અસેસમેન્ટ દ્વારા મળતા પરિણામો પરથી વિદ્યાર્થીઓમાં આવેલું પરિવર્તન ઉડીને આંખે વળગે છે. ધોરણ 6 ના વિદ્યાર્થીઓ કમ્પ્યુટરને બેઝીક ઓપરેટ કરવામાં સક્ષમ થયા છે, તો ત્યારબાદ ધોરણ 8 સુધીના 89% વિદ્યાર્થીઓ ક્રમશ: ખજ ઠજ્ઞમિ અને ખજ ઊડ્ઢભયહ ઓપરેટ કરી ઈન્ટરનેટના ઉપયોગથી માહિતગાર થયા છે. કોમ્પ્યુટરનું પ્રાથમિક શિક્ષણ પણ જેમને પુરતુ નહોતુ મળી શકતુ એવા વિદ્યાર્થીઓ તેમાં રસ દાખવી પારંગત બની રહ્યા છે.