આરજીજેએસ જ્વેલરી એક્સપોમાં મશીનરી અને જ્વેલરી નિહાળવા લોકો ઉમટી પડ્યા: કાલે સમાપન
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આરજીજેએસ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિદિવસીય એક્ઝિબિશનમાં વિવિધ જ્વેલરીના સ્ટોલ્સ ઉભા કરાયા છે અને જ્વેલરીનું સુંદર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં એક્ઝિબિશનની મુલાકાત લઇ રહ્યા છે. આ એક્ઝિબિશનની ખાસિયત એ છે કે ચોક્કસ સમયે બધા એક્ઝિબિટર્સ રાષ્ટ્રગાન પણ કરે છે. અહીં જ્વેલરી ઉપરાંત જ્વેલરીના વિવિધ મશીનો તેમજ તેને લગતી વિવિધ વસ્તુઓના સ્ટોલ ઉભા કરાયા છે. આ એક્ઝિબિશનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અબતક સાથેની વાતચીતમાં પ્રવીણભાઇ વૈદે જણાવ્યું કે, લોકોનો સારો રીસ્પોન્સ મળી રહ્યો છે. અમે રાજકોટના પ્લેટફોર્મ માટે પ્રયત્ન કરીએ છીએ અને પુરી મહેનત પણ કરીએ છીએ. એક્ઝિબિશનમાં રાખવામાં આવેલી જ્વેલરી સિલવર છે, ગોલ્ડ છે સાથે ડાયમંડ જ્વેલરી પણ છે. બધુ હાય લેવલનું છે. જેટલા સ્ટોલ છે તે પોતપોતાની પ્રતિભા જણાવે છે અને તેની પોતપોતાની ડિઝાઇન છે. એકપણ ડિઝાઇન બીજાથી ઉતરે એવી નથી.
મનીસ ભીંડેએ જણાવ્યું હતું કે, આ આખુ મેન્યુફેકચરીંગ અમા‚ છે. એન્ટીક જ્વેલરીની અમારી પ્રોડક્ટ છે. જે પુરા વિશ્ર્વમાં આપીએ છીએ. સાથે જ એક્સપોટર્સ પણ કરીએ છીએ. દુબઇ, યુ.એસ., યુ.કે. જેવા દેશોમાંંથી પણ અમને ખુબ સારો રીસ્પોન્સ મળે છે.
સંજયભાઇએ જણાવ્યું કે દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો એક્ઝિબિશનમાં ભાગ લેવા આવ્યા છે. રાજકોટનાં દરેક વેપારીઓ જે મોટા શોરૂમો ધરાવે છે તેઓએ પણ અહીં હાજરી આપી છે.
ગોપાલ પટેલે જણાવ્યું કે અમે કોવય ઓરનામેન્ટ અને કોવય સિલવર પ્રાઇવેટ લિમિટેડ બે કંપનીઓ ચલાવીએ છીએ. રાજકોટમાં અમા‚ બે મેનીફેકચરીંગ યુનીટ છે. એક્ઝિબિશનમાં અમને ખુબ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે. દર વર્ષે આ પ્રકારના એક્ઝિબિશન થાય તેવુ અમે ઇચ્છી રહ્યા છીએ.
ધર્મીન શાહે જણાવ્યું કે અમે નવો ક્ધસેપ્ટ લઇને આવ્યા છીએ. અમને અત્યાર સુધીમાં લોકોનો ખૂબ જ સારો રીસ્પોન્સ મળ્યો છે અને રાજકોટનો ખુબજ સપોર્ટ મળ્યો છે. અમે તુર્કી ઇમ્પોર્ટ કરેલા પીસ જે રીંગ, બ્રેસલેટ વગેરે અલગ-અલગ ડિઝાઇનમાં છે.
વિવેક પરમારે કહ્યું કે મારે અલ્ટીમા કાસ્ટ મશીનરી નામની કંપની છે. અમે ૪ અલગ મશીન બનાવીએ છીએ. સાથે જ ૪ અલગ કાસ્ટીંગ મશીન પણ બનાવીએ છીએ. ટોટલ સેટપ લગાવી છીએ. અમારો બિઝનેસ વિશ્ર્વભરમાં પથરાયેલો છે.