વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે કુલ ₹2421 કરોડની જોગવાઈ કરવા વિવિધ નીતિઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવશે. ઇન્ક્યુબેટર્સ, સ્ટાર્ટ-અપ્સ અને ખાનગી એકમોને પ્રોત્સાહિત કરીને રાજ્યમાં આઇ.ટી. ક્ષેત્રને વધુ વેગ આપવામાં આવશે. વિજ્ઞાનલક્ષી પ્રદર્શન અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યેની અભિરૂચી કેળવવા વિજ્ઞાન કેન્દ્રોનો વ્યાપ વધારી જિલ્લાકક્ષાએ આવા કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષમાં સાયન્સ સિટીની રેકોર્ડ 17 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે, જે આ દિશામાં કરેલા પ્રયત્નોની સફળતા દર્શાવે છે.
સેમિક્ધડકટર પોલિસી અંતર્ગત સહાય માટે ‘924 કરોડની જોગવાઇ.,ઇલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત આ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય માટે ‘125 કરોડની જોગવાઇ. આઇ.ટી. પોલિસી અંતર્ગત રોકાણોને આકર્ષી આ ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસ માટે ‘40 કરોડની જોગવાઇ. ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર અને સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટરના માળખાને સુદ્રઢ કરવા અને એડવાન્સ સિસ્ટમ સાથે વિશેષ સુરક્ષા સુનિશ્વિત કરવા માટે ‘102 કરોડની જોગવાઇ.નવી સ્પેસ ટેક પોલિસી થકી પેલોડ સેટેલાઇટ માટે ડિઝાઇન, ઉત્પાદન અને પરીક્ષણ સુવિધાઓ સ્થાપિત કરીને સ્પેસ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સમગ્ર ઇકોસિસ્ટમને આકર્ષવા ‘60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યમાં નવા ડ્રોન ઈન્સ્ટ્ર્રક્ટર સેન્ટર સ્થપાશે
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2659 કરોડની જોગવાઈ: 6 વધુ આઇ.ટી.આઇ.ને મેગા આઇ.ટી.આઇ.માં રૂપાંતરિત કરવામાં આવશે
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ‘2659 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.શ્રમજીવીઓ રાજયના માળખાકીય વિકાસ સાથે ઉદ્યોગો અને સેવાક્ષેત્રો માટે અગત્યનો ભાગ ભજવે છે. શ્રમિકો તેમજ તેમના પરિવારો માટે સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. અદ્યતન ટેકનોલોજી આધારિત ભવિષ્યલક્ષી ઉદ્યોગો માટે તાલીમબદ્ધ યુવાનો ઉપલબ્ધ થાય અને તેઓ દેશ અને વિદેશોમાં ઉભી થતી રોજગારીની નવી તકોનો લાભ લઇ શકે, તે માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું અપગ્રેડેશન કરવામાં આવી રહેલ છે.
આઇ.ટી.આઇ. ના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે ‘299 કરોડની જોગવાઈ.અદ્યતન કુશળતા પ્રદાન કરવા હાલમાં પાંચ મેગા આઇ.ટી.આઇ. કાર્યરત છે. હવે 6 વધુ આઇ.ટી.આઇ.ને મેગા આઇ.ટી.આઇ.માં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે ‘187 કરોડની જોગવાઈ.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને ‘5 ના નજીવા દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે હાલમાં 273 કેન્દ્રો કાર્યરત છે. જેમાં દરરોજ સરેરાશ 40 હજારથી વધુ શ્રમિકો જમે છે. આ યોજના અંતર્ગત નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ યોજના માટે ‘131 કરોડની જોગવાઇ.
ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ‘122 કરોડની જોગવાઈ.
બાંધકામ શ્રમિકોને કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા “શ્રમિક બસેરા” સ્થાપવા માટે ‘200 કરોડની જોગવાઇ.
બાંધકામ શ્રમિકો માટે પ્રાથમિક સારવાર પહોંચાડવાના હેતુથી હાલના કાર્યરત 154 ધન્વંતરી આરોગ્ય રથ ઉપરાંત વધુ 50 રથ કાર્યરત કરવામાં આવશે. આ માટે ‘59 કરોડની જોગવાઈ. ડ્રોન સ્કીલ ઈન્સ્ટીસ્ટ્યુટના સંચાલન તથા ડ્રોન ઈન્સ્ટ્ર્રક્ટર સેન્ટરની સ્થાપના માટે ‘4 કરોડની જોગવાઈ.
સ્પેસ સેક્ટરના વિકાસ માટે અમદાવાદના ખોરજમાં મેન્યુફેક્ચરિંગ હબ બનાવાશે
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્પેસ સેક્ટરને લગતી અર્થવ્યવસ્થાના વિકાસ માટે ખોરજ, અમદાવાદ ખાતે તબક્કાવાર ‘મેન્યુફેક્ચરિંગ હબ’ બનાવવામાં આવશે. ટેક્સટાઈલ નીતિ હેઠળ ટેક્સટાઈલ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે 1600 કરોડની જોગવાઈ. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાત નીતિ અંતર્ગત પ્રોત્સાહન માટે 1550 કરોડની જોગવાઈ. મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહન માટે ‘1145 કરોડની જોગવાઈ.
ઔદ્યોગિક વસાહતોના ટ્રીટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા અને માળખાકીય સગવડોનો વિકાસ કરી ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે 440 કરોડની જોગવાઇ.સ્ટાર્ટઅપની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા યોજનાકીય કામગીરી માટે 120 કરોડની જોગવાઈ. લોજિસ્ટીક ખર્ચ ઘટાડવા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ, રફાળેશ્વર અને જૂના બેડી પોર્ટ ખાતે વિકસિત કરવા ‘100 કરોડની જોગવાઈ. જીઆઇડીસી વસાહતોના સુદ્રઢીકરણ માટે તેમજ પ્લગ એન્ડ પ્લે સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જેવા કે બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસીસ પાર્ક, ઈમીટેશન જ્વેલરી પાર્ક વિકસાવવા માટે 136 કરોડની જોગવાઈ. વાજપાઇ બેંકેબલ યોજના અન્વયે 42 હજાર લાભાર્થીઓ માટે ધિરાણ અને સબસીડી સહાય આપવા 262 કરોડની જોગવાઇ.માનવ કલ્યાણ યોજના અન્વયે વિવિધ ટ્રેડ માટે અંદાજિત 35 હજાર લાભાર્થીઓ માટે 53 કરોડની જોગવાઇ.