કેન્સર એ દીર્ઘકાલીન રોગ છે જે આપણા શરીરના અનેક ભાગોને અસર કરી શકે છે.માનવશરીર અનેક કોષોનું બનેલું છે. કોષોના સપ્રમાણ વિભાજનથી બધા અંગોનો વિકાસ થાય છે. કેટલીક આંતરિક ખામી અને બાહ્ય પરિબળોના કારણે કોષોની વૃધ્ધિ અને વિભાજનની ક્રિયાની લય તૂટી જાય છે. આથી કોષોની કાબૂ બહારની વૃધ્ધિ શરીરમાં ગાંઠ કે ચાંદા રૂપે દેખાય છે જેને કેન્સર કહે છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મત અનુસાર દુનિયાભરમાં રોગોને કારણે થતા રોગમાં કેન્સર બીજા નંબરે છે. કેન્સર થાય એટલે આપણે માની લેતા હોય છી કે કેન્સર એટલે કેન્સલ પરંતુ કેન્સર એટલે કેન્સલ નહિ થોડી જ બાબતોનું ધ્યાન રાખવાથી આપણે કેન્સર નામક રોગથી બચી શકીએ છીએ.
આજનું યુવાધન હેલ્થી ફૂડ ખાવાને બદલે ટેસ્ટી અને જંક ફૂડ ખાવા તરફ વળ્યું છે. પિઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ અને પેકેજ ફૂડ ખાવાનો શોખ તમને કેન્સરના દ્વારા સુધી પહોંચાડી શકે છે. એક રીપોર્ટ અનુસાર બ્રિટનમાં 197,000થી વધુ લોકો પર કરવામાં આવેલા અભ્યાસ મુજબ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અથવા જંક ફૂડ ખાવાથી કેન્સરનું જોખમ વધે છે. જર્નલ એક્લિનિકલ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અથવા જંક ફૂડ ખાવાથી તમને એક નહીં પરંતુ 34 પ્રકારના કેન્સર થઈ શકે છે.
કઈ વસ્તુઓ વધારી શકે છે કેન્સરનું જોખમ ??
સંશોધકોનું કહેવું છે કે પ્રોસેસ્ડ ફૂડને સ્વાદ વધારવા અને લાંબા સમય સુધી રાખવાના હેતુથી બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે આ વસ્તુઓ બનાવતી વખતે તેમાં અલગ-અલગ પ્રકારના કેમિકલ કલર્સ અને એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે તેને આકર્ષક બનાવે છે.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સની યાદીમાં ફ્રેન્ચ ફ્રાઈસ, સોડા, કૂકીઝ, કેક, કેન્ડી, ડોનટ્સ, આઈસ્ક્રીમ, સોસ, હોટ ડોગ, સોસેજ, પેકેજ્ડ સૂપ, ફ્રોઝન પિઝા, રેડી ટુ ઈટ મિલ, તેલયુક્ત ખોરાક જેવા ફાસ્ટ-ફૂડ કેન્સરનું જોખમ વધારી શકે છે.
સંશોધકોના મતે, પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી કોઈપણ કેન્સરનું જોખમ 2% અને અંડાશયના કેન્સરનું જોખમ 19% વધી શકે છે. એટલું જ નહીં, આ વસ્તુઓ કેન્સરથી મૃત્યુનું જોખમ 6% વધારી શકે છે જ્યારે અંડાશયના કેન્સરથી મૃત્યુનું જોખમ 30% વધારી શકે છે. તેથી જો તમારે પણ કેન્સરના મુખમાં જવાથી બચવું હોય તો બહારના જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.
નોંધ: આ ફક્ત સામાન્ય માહિતી છે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા તમારા પારિવારિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે