આજે 29 જૂન 2021 એટલે કે વર્લ્ડ કેમેરા ડે, કેમેરો એક ઓપ્ટિકલ ડિવાઇસ છે. જેનો ઉપયોગ એક સ્થિર તસ્વીર લેવામાં થાય છે. હાલ ની જનરેશન પ્રમાણે જોવા જઈએ તો યુવા વર્ગમાં કેમેરો એક શોખ માનવામાં આવે છે. તેમાં પણ એ શોખ ખાલી છોકરાઓ પૂરતું નહિ છોકરીઓમાં પણ ઘણો ક્રેઝ જોવા મળે છે. લોકો ક્યાંય પણ સારી જગ્યાએ ફરવા જાય તો સૌથી પહેલા પોતાની તસ્વીર લેવાની જગ્યાએ લોકો પોતે જે કેમેરા માં તસ્વીર લેતા હોય એવો ફોટો પડાવે છે અને પોતાની સોશ્યિલ પ્રોફાઈલમાં અપડેટ કરે છે.
જો કે અત્યારે મોબાઈલ જ એક કેમેરો માનવામાં આવે છે, અત્યરે મોબાઈલ સ્પેશ્યલ કેમેરા માટે જ ઉપયોગ થાય છે તેવું પણ આપણે માની શકીએ. હાલ મોબાઈલ કંપનીએ લોકોને કેમેરો ખરીદવો ના પડે તે માટે મોબાઈલમાં જ હાઈ મેગા પિક્સલ ધરાવતા કેમેરા બહાર પડેલા છે જેમાં લોકો હાઈ ડેફિનેસન (HD) ફોટા પડી શકે છે, લોકોના મનમાં બસ એવું જ હોય છે કે હું જ એક કેમેરામેન છું પણ વાસ્તવમાં અત્યારે એવું છે કે કેમેરામાં જેટલું શીખીએ એટલું ઓછું છે. લોકો ને બસ હાથમાં કેમેરો પકડે એટલે એવું જ લાગે કે હું કેમેરાનો માસ્ટર છું, જો કે કેમેરામાં ઘણા નવા ફીચર્સ ઘણા નવા અપડેટ આવે છે જે કંપની પોતે જ પોતાની રીતે ફેરફાર કરી ને બહાર પાડે છે જેનાથી લોકોને ફોટાનું સારું રિઝલ્ટ મળી શકે.
આપણે જાણીએ કે સૌ પ્રથમ કેમેરાની શોધ કઈ સાલમાં થઇ હતી તે …સૌ પ્રથમ કેમરાની શોધ ઈ.સ. 1015 થી 1021 ની વચ્ચે ઈબ્ર અલ હજન નામના વ્યક્તિએ ઇરાકમાં કરી હતી. જેઓ એક વૈજ્ઞાનિક હતા. તે બાદ એક બ્રિટિશ વૈજ્ઞાનિક રોબર્ટ બોયલ તેમજ તેના સાથીદારો એ ઈ.સ. 1360 માં કરી હતી.
કેમેરામાં અંદર એક લેન્સ હોય છે જે એક ઓપ્ટિકલ ડિવાઇસ છે જે તેની સીમિત દુરી સુધી સ્પષ્ટ તસ્વીર ખેંચી શકે છે. પહેલાના જમાનામાં એવું માનવામાં આવતું કે કેમેરામાં માત્ર દિવસ હોય કે જયારે સૂર્યપ્રકાશ હોય ત્યારે જ તસ્વીર લઇ શકાય, અને ત્યારે એ એક હકીકત પણ ગણવામાં આવતી, જયારે અત્યારે કેમેરામાં એટલું બધું અપડેટ આવી ગયું છે કે જાણે આપણને એટલું બધું યાદ જ નથી રહેતું કે કાયા કેમેરાને કેવી રીતે ઓપરેટ કરી અને સૌથી સારી તસ્વીર આપણે લઇ શકીએ, કેમેરા માત્ર એક જ વસ્તુને મહત્વ આપવામાં આવતું જે છે લેન્સ.. જો કે લેન્સમાં પણ ઘણા પ્રકારો હોય છે જેમાં તે દુરી પ્રમાણે અલગ અલગ ડિવાઇસ માં બનાવામાં આવે છે.
આજથી બે દશકા પહેલા કેમેરામાં કોઈ કંપની પ્રમાણે કેમેરા ખરીદે તેવું ના હતું બધા સરખા જ પ્રકારના આવતા હતા. પરંતુ અત્યારે તો એમાં પણ લોકો કંપની પ્રમાણે કેમેરો ખરીદે છે, કેમેરા માં કઈ કંપની સારી છે કયો લેન્સ તેમાં સપોર્ટ થશે બધું જાણી જોઈ ને કેમેરો ખરીદતા હોય છે. કેમેરાનો ક્રેઝ જયારે ચાલતી હતો ત્યારે લોકોમાં એક નવો ટ્રેન્ડ આવ્યો હતો જેને સેલ્ફી તરીકે ગણવામાં આવે છે. લોકો પોતાના મોબાઈલમાં તેમનો ફ્રન્ટ કેમેરો ઓપન કરે અને જે તસ્વીર લ્યે તેને સેલ્ફી માનવામાં આવતી. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ લોકોને સેલ્ફી નું ઘેલું લાગતું ગયું, સેલ્ફી લેવાના ચક્કરમાં ઘણા અકસ્માતો પણ થયા છે લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. જેને નજર અંદાજ કરી શકાય એમ નથી. પરંતુ જયારે જયારે લોકોને સેલ્ફી લેવાનું મન થાય એટલે તરત જ લોકો પોતાના મોબાઈલમાં કેમેરો ઓપન કરી ને જલ્દી થી સેલ્ફી લઇ લ્યે છે.