દર વર્ષે 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ ’વિશ્વ સ્તનપાન સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવે છે. સ્તનપાન એ પ્રભુએ સ્ત્રીને આપેલી એક અમુલ્ય ભેટ છે. સ્વસ્થ સ્તનપાન વિશે લોકોમાં જાગૃતિ લાવવા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન નર્સિંગ કોલેજ દ્વારા અલગ અલગ જગ્યાએ જેવીકે મહેસાણા જિલ્લાના ખેરવા ગામે તેમજ નૂતન નર્સિંગ કોલેજ વિસનગર ખાતે તારીખ 4 ઓગસ્ટથી લઈને 5 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ નાટક પ્રદર્શિત અને ક્વિઝ કરીને ગામના લોકોને અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્વસ્થ સ્તનપાન પ્રત્યે માહિતી આપી અને જાગૃત કર્યા હતા.કાર્યક્રમના સફળ આયોજન બદલ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખ તથા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. જે. આર. પટેલ તથા રજીસ્ટરાર પી.કે. પાંડે નર્સિંગ કોલેજ ના પ્રિન્સિપાલ ડો. સિવા સુબ્રમણિયન અને ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીકલ નર્સિંગ ડિપાર્ટમેન્ટને શુભેચ્છા પાઠવી હતી.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત