પક્ષઘાતના હુમલા બાદ દર્દીને સંપૂર્ણ સ્વસ્થ કરી શકાય ક્ષ લકવાના હુમલા બાદ ખોડ-ખાપણ રહી જાય તેવી ગેરમાન્યતા
તમામ યોનીઓમાં ફક્ત માનવને જ વિચારશક્તિ મળી છે. માનવી જ ખાલી કોઈ પણ વસ્તુ – બાબત વિચારી શકે છે અને તેને અમલમાં પણ મૂકી શકે છે. વિચાર કરવાથી માંડીને અમલમાં મુકવા સુધી તમામ બાબતોનું નિયંત્રણ મગજ દ્વારા જ થતું હોય છે. માનવ શરીરનું તમામ નિયંત્રણ પણ મગજ દ્વારા જ થતું હોય છે. પણ હાલના સમયમાં આપણી જીવનશૈલી એટલી હદે કથળી છે કે જેની સીધી અસર આપણા મગજને થતી હોય છે. જેના કારણે સ્ટ્રોક આવતો હોય છે જેને આપણે લખવા તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે મગજના અમુક ભાગોમાં ગાંઠ વળે અને તેના કારણે નસમાં લોહીનો સ્ત્રાવ અટકી જાય. ત્યારે દર્દીને અત્યંત ગંભીર દુખાવાનો સામનો કરવો પડતો હોય છે. અમુક સમયમાં બાદ આ બીમારીને કારણે સ્ટ્રોક એટલે કે હુમલો આવતો હોય છે. તે પૂર્વે જ દર્દીના શરીરના ભાગો સંકોચાવા લાગતા હોય છે. ઘણી વાર આ પ્રકારની બીમારીમાં દર્દીના શરીરના અમુક અંગો કામ કરતા બંધ પણ થઈ જતા હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે, શરીરના અંગોમાં લોહીનો સ્ત્રાવ જતો અટકી જતો હોય છે.
લોકોના મનમાં એવી ગ્રંથી હોય છે કે, સ્ટ્રોક આવ્યા બાદ દર્દીનો સ્વસ્થ બચાવ કરી શકાતો નથી પણ એવું નથી ૯૦% સુધીના કિસ્સામાં દર્દીનો ઓપરેશન અથવા અન્ય પદ્ધતિથી સ્વસ્થ બચાવ કરી લેવામાં આવતો હોય છે અને ત્યારબાદ દર્દી સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી શકે છે.
હાલની આપણી જીવનશૈલી આ બીનારીને નોતરું આપનારી છે. એક સ્ટડી અનુસાર દુનિયામાં દર ચોથી વ્યક્તિએ સ્ટ્રોક આવવાનો ખતરો રહેતો હોય છે જ્યારે ભારતમાં દર છઠ્ઠી વ્યક્તિએ આ ખતરો હોય છે. હકારાત્મક બાબત એ છે કે, હાલ એક સ્ટડી અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે ભારતમાં દર એક લાખ વ્યક્તિએ ફક્ત ૨૦૦ લોકો જ સ્ટ્રોકથી પીડાય છે તેમ છતાં આ બીમારી ખૂબ ગંભીર છે અને જો યોગ્ય સમયે સારવાર લેવામાં ન આવે તો આ બીમારી જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
આજે વર્લ્ડ સ્ટ્રોક દિવસ છે. જે નિમિતે અબતક દ્વારા નામાંકિત હોસ્પિટલના તબીબોને કેન્દ્રમાં રાખીને સ્ટ્રોક અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટ્રોક એટલે શું? તેના લક્ષણો શું હોઈ શકે? તેને કંઈ રીતે અટકાવી શકાય? સાવચેતીઓ શું જરૂરી? આ તમામ સવાલના જવાબ આપને અબતકના આ અહેવાલ પરથી મળી જશે.
દર્દીઓ સમયે હોસ્પિટલ સુધી પહોંચે તો સ્ટ્રોકને સંપૂર્ણપણે સહેલાઈથી નિવારી શકાય: ડો. જીગરસિંહ જાડેજા (ન્યુરોસર્જન – ગોકુલ હોસ્પિટલ)
ગોકુલ હોસ્પિટલ – કુવાડવા રોડના ક્ન્સલ્ટન્ટ સર્જન ડો. જીગરસિંહ જાડેજાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સ્ટ્રોક થવાના મુખ્ય કારણો પૈકી વારસાગત પણ હોઈ શકે છે. તે સિવાય બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ, મેદસ્વિતા અને જનક ફૂડ આ તમામ કારણોસર સ્ટ્રોક આવતા હોય છે. લોહીની નળીઓ સાંકળી થઈ જવી, હૃદયની બીમારી ધરાવતા દર્દીઓમાં પણ સ્ટ્રોકનું પ્રમાણ જોવા મળતું હોય છે. તેમણે સ્ટ્રોકના પ્રકારના વિશે જણાવતા કહ્યું હતું કે, મુખ્યત્વે સ્ટ્રોકના બે પ્રકાર જોવા મળતા હોય છે જેમાં એક તો ઓછું લોહી પહોંચવાના કારણે સ્ટ્રોક જોવા મળતો હોય છે જ્યારે વધુ પડતા લોહીના સ્ત્રાવને કારણે બ્રેઇન હેમરેજ જોવા મળતું હોય છે. જેમાં બ્લડ પ્રેસર વધી જવાથી મગજની કોઈ નસ ફાટી જવી અથવા તો હેમરેજ થવાની શકયતા રહેતી હોય છે. તેમણે કહ્યું હતું કે, સ્ટ્રોક આવતા પૂર્વે માનવ શરીરમાં પાંચ વોર્નિંગ સિગ્નલ જોવા મળતા હોય છે. જેમાં વ્યક્તિનું બેલન્સ બગડતા દર્દીનું ચાલતા ચાલતા પડી જવું, ચક્કર આવવા, આંખોમાં અંધારા આવવા, મોઢામાંથી પાણી નીકળવું, હાથ – પગમાં નબળાઈ આવવી અને સૌથી મુખ્ય બોલવામાં જીભ લથડવી અથવા બોલતા બોલતા થોથવાઈ જવું. તેમણે સ્ટ્રોકની સારવાર અંગે કહ્યું હતું કે, તેમાં ન્યુરો સર્જન, ફિઝીશિયન અને ઈન્ટેનસીવ કેરના તબીબોની મુખ્ય ભૂમિકા હોય છે.
ન્યુરો ફિઝીશિયન પ્રાથમિક તબક્કાની સારવાર કરતા હોય છે એટકે કે સ્ટ્રોક આવ્યાના ૪ કલાકના સમયગાળામાં જો દર્દી સારવાર અર્થે પહોંચી શકે તો ફિઝીશિયન સારવાર કરીને દર્દીને સ્વસ્થ કરી શકે છે. ભારતની માનસિકતા પ્રમાણે મોટાભાગના દર્દીઓ સમયે હોસ્પિટલ પહોંચતા નથી અથવા જતા જ નથી તેવું કહી શકાય તેવી પરિસ્થિતિમાં દર્દીનું ઓપરેશન કરવું પડતું હોય છે જે સર્જન કરતા હોય છે. હાલમાં એક નવી સારવાર પદ્ધતિ પણ અમલમાં આવી છે જેમાં દર્દીને સ્ટ્રોક બાદ ૬ કલાક સુધીમાં જે નસ બ્લોક થઈ હોય તેને અલગ જગ્યાએથી નસ લઈને મગજ સુધી પહોંચાડી દેવામાં આવે છે. તેમણે આફટર સ્ટ્રોકની પરિસ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે, દર્દીઓ સમયે હોસ્પિટલ સુધી પહોંચતાં નથી જેના કારણે પેરાલીસીસ, બોલવામાં ખામી રહી જવી સુધીની તકલીફો જોવા મળતી હોય છે જે દર્દી સમયે આવે તો નિવારી શકાય છે.
લકવા બાદ પણ દર્દીનો સ્વસ્થ બચાવ કરી શકાય: ડો. કેતન ચુડાસમા (ન્યુરો ફિઝીશિયન – વોકહાર્ટ હોસ્પિટલ)
વોકહાર્ટ હોસ્પિટલમાં ન્યુરો ફિઝીશિયન તરીકે ફરજ બજાવતા ડો. કેતન ચુડાસમાએ કહ્યું હતું કે, બ્રેઇન સ્ટ્રોક મગજની અતિ ગંભીર બીમારી છે. જેના મુખ્યત્વે બે પ્રકાર છે. એક ઇસ્ટીમિક સ્ટ્રોક અને બીજું હેમરેજ સ્ટ્રોક. બંનેમાં મગજના જ્ઞાનતંતુઓને નુકસાન પહોંચવાથી શરીરમાં લાંબા ગાળા સુધી અસર જોવા મળતી હોય છે. ઇસ્ટીમિક સ્ટ્રોકમાં મગજને લોહી પહોંચાડતી ધમનીમાં લોહીનો ક્લોટ જામી જવાથી નુકસાની થતી હોય છે જ્યારે હેમરેજીક સ્ટ્રોકમાં મગજને લોહી પહોંચાડતી ધમની ફાટી જવાથી મગજને નુકસાની પહોંચતી હોય છે. ઇસ્ટીમિક સ્ટ્રોકમાં લોહી પહોંચાડતી ધમની ધીમેધીમે સંકોચાતી જતી હોય છે અને જેના કારણે મગજને લોહી પહોંચતું બંધ થઈ જતું હોય છે. જેની પાછળ હાલની જીવનશૈલી જેમકે, જંક ફૂડને કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવું, મેદસ્વિતા આવવી અને સિગારેટ – આલ્કોહોલનું પ્રમાણ વધવું જવાબદાર છે. તે સિવાય આ સ્ટ્રોક જનીનીક પણ હોઈ શકે છે. લોકો જે રીતે કહેતા હોય છે કે મગજમાં ગાંઠ થઈ ગઈ પણ ખરેખર એ ગાંઠ નથી હોતી પણ લોહીનો ક્લોટ જામી જતો હોય છે. લોકોમાં માન્યતા હોય છે લકવા બાદ દર્દીને સ્વસ્થ કરી શકાય નહીં તે બાબત બિલકુલ ખોટી છે. દર્દીને સારવાર આપી સંપૂર્ણ સ્વસ્થ બચાવ કરી શકાય છે.
સિગારેટ અને આલ્કોહોલનું સેવન સ્ટ્રોકને નોતરૂ આપી શકે છે: ડો. પુનિત ત્રિવેદી (ન્યુરોસર્જન – રાજ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ)
રાજ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના ન્યુરો સર્જન ડો. પુનિત ત્રિવેદીએ કહ્યું હતું કે, બ્રેઇન સ્ટ્રોક એટલે જે રીતે હૃદયરોગનો હુમલો આવે એવી જ રીતે મગજનો હુમલો. આ બીમારીમાં મગજની નાની નાની નસો બ્લોક થઈ જતી હોય છે. જેમાં ડાયાબિટિસ અને બ્લડપ્રેસરની બીમારી મુખ્ય હોય છે. તે સિવાય ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન પણ જવાબદાર હોય છે. સ્ટ્રોકમાં પ્રથમ સીટી સ્કેન અને એમઆરઆઈ કરીને સચોટ તાગ મેળવવામાં આવે છે અને જરૂર પડ્યે એન્જીયોગ્રાફી પણ કરવી પડતી હોય છે. ક્યાં પ્રકારનો સ્ટ્રોક છે તે જાણીને સારવાર પદ્ધતિ નક્કી કરવામાં આવતી હોય છે. અમુક સમયે ફક્ત દવાઓથી નિવારણ કરી શકાય છે જ્યારે અમુક કિસ્સાઓમાં ઓપરેશન પણ કરવું પડતું હિય છે જેમાં આર્ટિફિશિયલ નસ અથવા શરીરના અન્ય અંગોમાંથી નસ કાઢીને મગજ સુધી ગોઠવવામાં આવતી હોય છે. આ બીમારી થવા પાછળ હાલના સમયમાં મુખ્ય કારણ ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન જવાબદાર હોય છે જેથી હું લોકોને આ ઉત્પાદોનું સેવન ન કરવું તેવી અપીલ કરું છું જેથી સ્વસ્થ જીવન જીવી શકાય. અમુક સમયે હૃદયની બીમારીઓને કારણે પણ નાના નાના કણો લોહી મારફત મગજની નસ સુધી પહોંચતા હોય છે જેના કારણે નસ બ્લોક થઈ જવાથી સ્ટ્રોક આવતો હોય છે. માઇનોર સ્ટ્રોકમાં દર્દીને બે કે ત્રણ દિવસમાં જ ડિસ્ચાર્જ કરી દેવામાં આવતો હોય છે પણ મેજર સ્ટ્રોકમાં ઓપરેશન જરૂરી હોય ત્યારે લાંબો સમય સુધી દર્દીની સારવાર ચલાવવી પડતી હોય છે.
દર છ વ્યક્તિએ એક વ્યક્તિને સ્ટ્રોક આવે છે, દુનિયામાં દર ત્રણ સેક્ધડે એક વ્યક્તિને
આવતો હોય છે : ડો. દુષ્યંત સાંકળિયા (ન્યૂરો ફિજીશિયન – ગોકુલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ)
પક્ષઘાત ની સારવાર માટે ન્યુરો ફીજીશિયન અને ડોકટરની ટીમનો એફર્ટ ખૂબ જ જરૂરી હોય છે. પક્ષઘાત નો અમુક હુમલો જેને હેમ્રેજીક સ્ટ્રોક કહેવાય કે જેમાં મગજમાં હેમરાજ થઈ જતું હોય છે.તેમાં ઘણી વખત આપણે તાત્કાલિક ઓપરેશન કરીને તેમનું દબાણ દૂર કરવું પડે છે અથવા તો તે હેમરેજ તરત રીમુવ કરવું પડે છે. જે નયુરો સર્જન આ ભૂમિકા ભજવે છે. ઈસ્કેમિક સ્ટ્રોક કે જેમાં નસ બંધ થતી હોય છે તેમાં ન્યુરો સર્જન થરોમ્બો લીસિસ અને અન્ય સારવાર કરાતી હોય છે. પક્ષઘાત ના બ્લડપ્રેશર અને ડાયાબિટીસ અને બાકી વેન્ટી લેશનની ઘણીવાર જરૂર પડે તો ઇન્ટનસિવિસ્ત ભૂમિકા ભજવતા હોય છે. લોકોને એટલી વિનંતી કે સ્ટ્રોક ને આ લક્ષણોને યાદ રાખવા જેને ફાસ્ટ થી ઓળખવામાં આવે છે એફ કે ફેશિયલ, એ એટલે કે આર્મ, એસ એટલે સ્પીચ એટલે કે જીભ જલાવી, ટી એટલે સ્ટ્રોક હોસ્પિટલ માં તાત્કાલિક પહોંચવું. સાડા ચાર કલાકમાં થરોંબોલીસિસ ની સારવાર ઉપલબ્ધ છે. સાડા ચાર કલાક પછી મગજની રક્તવાહિની ખોલવા માટે મેકેનીકલ થરોમ્બેક્તોમી જે ન્યૂરો સર્જન કરી શકે છે. તો જલદી હોસ્પિટલ પહોંચવામાં આવે તો આપણે સારું આઉટપુટ મેળવી શકીએ છીએ. માટે પક્ષઘાત ના લક્ષણો યાદ રાખો અને ત્વરિત સારવાર લો. સ્ટ્રોક એ ખૂબ જ કોમન ન્યૂરો લોજીકલ ડિસઓર્ડર છે. દર છ વ્યક્તિએ એક વ્યક્તિ ને સ્ટ્રોક આવે છે.
દુનિયામાં દર ત્રણ સેક્ધડે એક વ્યક્તિ ને આવતો હોય છે. સૌથી સારી વાત એ છે કે ૮૦ ટકા લોકોને આપણે બચાવી શકાય છે. આ રોગની જાગૃતતા લાવવા માટે આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. સ્ટોક ૨ જાતના હોય છે. પેલા માં મગજને લોહી પહોંચાડતી નાડીઓ ફાટવાને કારણે થાય છે જેને હેમ્રેજિક સ્ટ્રોક કહે છે. બીજા સ્ટ્રોક છે તે નડી બંધ થવાને જે કોમન છે તેને ઇસચે મિક સ્ટ્રોક કહે છે. મગજની નળી બંધ થવાને કારણે મગજને લોહી ના મળે જેને કારણે સ્ટ્રોક આવતો હોય છે. સ્ટ્રોક ના લક્ષણો સ્ત્રોકમાં ક્યાં ભાગ ને નુકસાન થયું છે તેના પર આધાર રાખે છે. સૌથી સામાન્ય લક્ષણો જોઈએ તો અચાનક હાથ પગ હાલતા બંધ થઈ જાય. અચાનક આપણને ચક્કર આવવા લાગે .બોલવામાં તકલીફ થવી એટલે કે જીભ જલાવી. ઘણાંને અચાનક દેખાતું બંધ થઈ જાય છે. સ્ટ્રોક ની સારવાર સમય પર નિર્ભર રાખે છે. એટલે કે જેટલી વહેલી સારવાર એટલું સારું રીઝલટ આપી શકીએ. મોટા ભાગના દર્દીઓ સારવાર લેવા મોડા પહોંચતા હોય છે અથવા તો યોગ્ય સારવાર જેમકે રક્તવાહિની ખોલવાની દવા નથી મળતી. શરૂઆત ની સાડા ચાર કલાકની સારવાર જે આપવાની હોય છે ત્યારે દર્દી સાડા ચાર કલાકમાં પહોંચતા જ નથી. જેને કારણે એ સમય આપણે વેફડી દેતા હોય છે. જેને કારણે દર્દીને અમુક તકલીફો રહી જતી હોય છે. અને જો વહેલી સારવાર કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળતું હોય છે. દર એક લાખ બસો થી ત્રણ સો લોકોને સ્ટ્રોક ની બીમારી થતી હોય છે. પણ આપણા ભારતમાં થ્રોંબો લિસિસ ની જે સારવાર છે તે માત્ર બે થી દસ ટકા લોકોજ મેળવે છે. કારણ કે તેમને ખ્યાલ નથી હોતો.
નિયમિત નિદાન બ્રેઈન સ્ટ્રોક અટકાવવા અસરકારક: ડો.સાવન છત્રોલા, ફીઝીશીયન, સેલસ હોસ્પિટલ
અબતક સાથેની વાતચીત દરમિયાન સેલસ હોસ્પિટલના ફિઝીશીયન ડો.સાવન છત્રોલાએ જણાવ્યું હતું કે, આજે ૨૯ ઓકટોબર વર્લ્ડ બ્રેઈન સ્ટ્રોક ડે નિમિતે અમે જોઈન્ટ ધ મુવમેન્ટ કેમ્પેઈન અમારા બધા ડોકટર્સની ટીમ સ્ટાફ સાથે જોડાઈ લોકોમાં જાગૃતતા આવે તે માટે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બ્રેઈન સ્ટ્રોક એટલે મગજમાં લોહીની નસ બ્લોક થઈ જવી. જેવી રીતે હૃદયમાં લોહીની નસ બંધ થવાથી હાર્ટએટેક આવતો હોય તેના વિશે બધા જાણતા હોય છે પરંતુ બ્રેઈન સ્ટ્રોક વિશે લોકોમાં અવેરનેશ નથી હોતી. પેરેલીસીસ, લકવો તે બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો છે તેમાં ન્યુમોનીક, ફાસ્ટ ફેસ ડ્રોપીંગ ફેસ ડ્રોપીંગ એટલે મોટુ ત્રાસુ થઈ જવું વગેરે સ્ટ્રોક એવી વસ્તુ છે જેટલી સમયસર સારવાર મળે તેટલી પાછળથી પેશન્ટને રીકવરી અને પાછળની ખોડખાપણ હોય તે ઓછી થતી હોય છે. તેમાં બીજા નંબરે છે મૃત્યુદર માટે બ્રેઈન સ્ટ્રોક વિશ્ર્વમાં બીજા નંબરે અને ભારતમાં ચોથા નંબરે છે. બ્રેઈન સ્ટ્રોકથી બચવા માટે લાઈફ સ્ટાઈલ અને ડાયટ મોડીફીકેશન ખુબ જ જરૂરી છે. દિવસના ૩૦-૪૫ મિનિટનું વોકિંગ કરવાથી બ્રેઈન સ્ટ્રોકથી બચી શકાય છે અને તેની માટે સેલસ હોસ્પિટલની ટીમ જોઈને ધ મુમેન્ટ જેનાથી વોકિંગ, જોગીંગ અને પબ્લીક અવેરનેસ મળી શકે છે તે માટે ચાલુ કરવામાં આવેલ છે.
દર્દીઓ સમયસર હોસ્પિટલ પહોંચે તો ખોડ ખાપણથી બચાવી શકાય: ડો. કલ્પેશ સનારીયા (ન્યુરોફિઝીશિયન – સીનર્જી હોસ્પિટલ)
સીનર્જી હોસ્પિટલના ન્યુરો ફિઝીશિયન ડો. કલ્પેશ સનારીયાએ કહ્યું હતું કે, બ્રેઇન સ્ટ્રોક એટલે પક્ષઘાત અથવા લકવાનો હુમલો અન્ય બીમારીઓ જેમકે ડાયાબિટીસ, બ્લડ પ્રેસર સહિતની બીમારીથી પીડાતા દર્દીઓમાં સ્ટ્રોક આવવાની શકયતા વધુ હોય છે. અગાઉ આ બીમારી લગભગ અસાધ્ય હતી પણ હાલ ટેકનોલોજી ખૂબ વિકસતી થઈ છે અને તમામ પ્રકારના દર્દીઓનો સ્વસ્થ બચાવ કરી શકાય છે. પક્ષઘાતના હુમલામાં લોકોની માન્યતા હોય છે કે એકવાર હુમલા બાદ દર્દી સમગ્ર જીવન પથારીવસ થઈ જતો હોય છે તે માન્યતા બિલકુલ ખોટી છે. હવે દર્દીની સારવાર સંપૂર્ણપણે શક્ય છે અને ખામીઓ પણ દૂર કરી શકાય છે. જો દર્દીને સમયસર સારવાર આપવામાં આવે તો ખોડ ખાપણને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. સ્ટ્રોક આવ્યા બાદ જો સાડા ચાર કલાક સુધીમાં હોસ્પિટલ સુધી પહોંચી જાય તો ઓપરેશન વિના સારવાર કરીને સ્વસ્થ કરી શકાય છે. તે ઉપરાંત મેજર સ્ટ્રોકમાં દર્દીઓ ફિઝીયોથેરાપીની મદદ લઈને કાયમી ખોડ ખાપણથી બચી શકાય છે. લોકોએ હાલના સમયમાં બહારનું જંક ફૂડ ખાવાનું ટાળવુ જોઈએ જેથી સ્ટ્રોકથી બચી શકાય.
સ્ટ્રોક કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ લોકોએ કાયમી જોડાઈને રહેવું અનિવાર્ય: ડો.સચિન ભીમાણી, ન્યુરો સર્જન, સેલસ હોસ્પિટલ
સેલસ હોસ્પિટલના ન્યુરોસર્જન ડો.સચિન ભીમાણીએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ડબલ્યુએચઓ સંસ્થા દ્વારા વર્લ્ડ બ્રેઈન સ્ટ્રોક ડેની ઉજવણી ઓકટોબર માસની ૨૯ તારીખે એટલા માટે કરવામાં આવે છે. કારણકે ઓકટોબરથી શિયાળાની શરૂઆત થઈ જતી હોય છે. તેમજ શિયાળામાં બ્રેઈન સ્ટ્રોક, હાર્ટ સ્ટ્રોક અને અસ્થમાના દર્દીઓમાં વધારે અસર જોવા મળતી હોય છે જેનું કારણ ઋતુમાં ફેરફાર જેથી લોહીની નળી સાકડી થઈ જાય છે અને લોહી ન પહોંચવાની સમસ્યા રહે છે. બ્રેઈન સ્ટ્રોકના બે પ્રકાર હોય છે. ઈસ્ચેમીક સ્ટ્રોક અને હેમરેજીક સ્ટ્રોક. બ્રેઈન સ્ટ્રોક થવાનું મુખ્ય કારણ બ્લડપ્રેશર. જે રીતે નિવારણ ઉપચાર કરતા વધુ સારુ છે. એજ રીતે બ્લડ પ્રેશરનું ધ્યાન રાખી આપણે બ્રેઈન સ્ટ્રોકથી બચી શકી છીએ. બીજા મુખ્ય કારણો ડાયાબીટીસ, વધારે વજન, સ્ટ્રેસ, ઉંમર, ચરબીનું વધારે પ્રમાણ. સ્ટ્રોક ક્ધટ્રોલ પ્રોગ્રામમાં નજીકના નિદાન કેન્દ્રમાં બી.પી અને ડાયાબીટીસનું ચેકઅપ કરવું અને તેની સારવાર કરવી જરૂર છે. જોઈન-ધ-મુમેન્ટ નામનો કેમ્પેઈન અહીંની ટીમએ ચાલુ કર્યો છે જેમાં જાગૃતતા માટે કામ કરવામાં આવશે. વોકિંગ, જોગીંગ, એકસરસાઈસ, યોગા બધાને આ કેમ્પેઈનમાં મહત્વતા આપવામાં આવશે.