વિશ્વ બેંકે આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા 7.3% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે જ કહ્યું છે કે નોટબંધી અને GST જેવાં નિર્ણયોની અસરથી અર્થવ્યવસ્થા ધીરે ધીરે વધી રહી છે. મોદી સરકારે 8 નવેમ્બર, 2016નાં રોજ નોટબંધી કરતાં 500 અને 1000ની નોટને ચલણથી બહાર કરી દીધી હતી. જે બાદ 1લી જુલાઈ, 2017થી ટેક્સ સુધાર માટે ગુ઼ડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરાયું હતું. આ નિર્ણયો પછી દેશનો વિકાસ દર 7%થી નીચે જતો રહ્યો હતો.
The #WorldBank noted that the Indian economy has recovered from the effects of #demonetisation and #GST and predicted a growth rate of 7.3 % for the country in 2018
Read @ANI story | https://t.co/pnUTY7bgo9 pic.twitter.com/8QojL1BxRj
— ANI Digital (@ani_digital) April 17, 2018
વિશ્વ બેંકના અનુમાન મુજબ 2019 અને 2020માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.5% રહેશે. બેંકે સાઉથ એશિયા ઈકોનોમિક ફોકસ રિપોર્ટમાં કહ્યું કે અર્થવ્યવસ્થાના વિકાસ દર 2017માં 6.7થી વધીને 7.3 રહ્યાં છે. જેમાં આગળ પણ સુધારો યથાવત રહેશે અને ખાનગી કંપનીઓને રોકાણનું તેમાં મહત્વનું યોગદાન રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com