- ભારતના પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ નિરજ ચોપરા હતા: 1996થી આ દિવસ વૈશ્વિકસ્તરે ઉજવાય છે: એથ્લેટિક્સ ફોર એ બેટર વર્લ્ડ’ નામના સામાજીક જવાબદારી પ્રોજેક્ટની રચના કરાય છે: છેલ્લા દશકામાં ભારતના રમતવીરોએ પણ ઘણા મેડલો જીત્યા છે
વિશ્વ એથ્લેટિક્સ દિવસ લોકોમાં ફિટનેશ, સ્પોર્ટ્સનું મહત્વ અને સ્વાસ્થ્ય સંબધિત વિવિધ મુદ્ાઓ વિશે જાગૃત કરવા અને શારીરીક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા વૈશ્ર્વિકસ્તરે ઉજવણી થાય છે. ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન (ઈંઅઅઋ) દ્વારા યુવાનોની સ્પોર્ટ્સમાં ભાગીદાર વધારવા સાથે તેમનામાં રહેલી વિવિધ ક્ષમતાને પ્રોત્સાહન કરવા આ દિવસે સામાજીક જવાબદારીના ભાગરૂપે પ્રોજેક્ટ ‘એથ્લેટિક્સ ફોર એ બેટર વર્લ્ડ’ શરૂ કરાયો છે.
આજના યુગમાં તંદુરસ્ત શારીરીક વિકાસ સૌથી અગત્યની બાબત ગણાય છે ત્યારે આજના દિવસે રોગમુક્ત જીવન જીવવા માટે સ્પોર્ટ્સના મહત્વને સમજવું જરૂરી છે.
વિશ્વ એથ્લેટિક્સ દિવસ સૌ પ્રથમ 1996માં ઉજવવામાં આવ્યો હતો. આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક્સ ફેડરેશનના પ્રમુખ પ્રિમોનેબિઓલા દ્વારા શરૂ કરાયો હતો, તેમના સુચનને ગ્રાહ્ય રાખી દિવસ ઉજવાય છે. એથ્લેટિક્સ એક ટ્રેક અને ફિલ્ડ રમત છે જેમાં ચાલવું, ફેકવું, દોડવું, કૂદવું જેવી વિવિધ પ્રવૃતિનો સમાવેશ થાય છે. એથ્લેટ્સની વિવિધ વિભાગોમાં લગભગ બે ડઝન જેટલી ઇવેન્ટસનો સમાવેશ થાય છે. ભારત, યુ.એસ.એ., કેનેડા, યુરોપ જેવા દેશોમાં આવા કાર્યક્રમોની ઉજવણી કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમની પણ સુવિધા છે.
17 જુલાઇ 1912ના રોજ સ્ટોકહોમ (સ્વીડન)માં ફિલ્ડ એથ્લેટિક્સ અને ટ્રેકની રમત માટે આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળની રચના કરાય હતી. યુવાનોમાં એથ્લેટિક્સની પ્રેક્ટિસ કરવા, શિક્ષિત કરવા, માર્ગદર્શન આપવા અને તેની જરૂરિયાત સાથે લોકોમાં જનજાગૃત્તિ વધારવા આ દિવસની શરૂઆત કરાય હતી. 1996માં પ્રથમ વિશ્વ એથ્લેટિક્સ દિવસ એટલાન્ટામાં ઓલિમ્પિક ગેમ્સની શતાબ્દીના થીમ આધારિત ઉજવાયો હતો.
ઇવેન્ટમાં છોકરા-છોકરીની પ્રતિકૃતિ દોરવામાં આવી હતી. આફ્રિકા, યુરોપ, અમેરિકા, એશિયા અને કેરેબીયન જેવા દેશોમાંથી ઇવેન્ટના વિજેતાને બોલાવાયા હતા. પછી આ પ્રથા દર વર્ષે ચાલુ રખાય હતી.
આ દિવસે શાળા-કોલેજમાં વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં તાકાત અને સહનશક્તિની જરૂર હોય. જો કે કોરોના કાળના બે વર્ષમાં આ ઉજવણીમાં બ્રેક આવ્યો હતો તેથી આ 2022ના વર્ષે વિશ્વ ભરમાં ઉમંગ-ઉત્સાહથી દિવસ ઉજવણી થઇ રહી છે.
ઉજવણીનો મુખ્ય હેતું શાળા-કોલેજમાં તેની રમતોમાં મુખ્ય સ્થાન એથ્લેટિક્સ ઇવેન્ટસ મળે તેવો છે, કારણ કે આ એક રમત મુખ્ય રમત છે જે બાળકોનો સારી રીતે વિકાસ કરે છે.
શારીરીક પ્રવૃત્તિમાં વિકાસ કરવાના ભાગરૂપે એથ્લેટિક્સને શાળા રમતમાં કેન્દ્રીયસ્થાન આપવું જરૂરી છે. છાત્રો, સામાજીક, માનસિક વિકાસ સાથે શારીરીક વિકાસની અગત્યતા પણ એટલી જ હોવાથી સૌએ આ બાબતે કાર્યરત થઇને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું જરૂરી છે.
આપણા દેશમાં એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (અઋઈં) સર્વોચ્ચ સંસ્થા છે. જે દેશના એથ્લેટિક્સની દેખરેખ રાખે છે. સંસ્થાનો હેતું યુવાનોમાં જાગૃત્તિ, રમત-ગમતનું શિક્ષણ વધારવું, શાળા-કોલેજમાં તેનું મહત્વ વધારવું તથા બાળકો અને કિશોરોને એથ્લેટિક્સમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનું છે.
વિદેશોમાં ઉંમર કોઇ અવરોધ નથી, તે એક મર્યાદા છે જે તમે તમારા મન ઉપર મુકી દેવાથી તમો વૃધ્ધ થઇ જાવ છો તેવા સૂત્ર તળે 70 કે 80 વર્ષના એથ્લેટિક પણ સ્પર્ધામાં ભાગ લે છે. આજના દિવસની ઉજવણીમાં યુવાન અને વૃધ્ધો પણ સક્રિય અને સ્વસ્થ રહે તેવો પ્રયાસ છે.
આ વર્ષથી કિડ્સ એથ્લેટિક્સ પ્રોગ્રામની શરૂઆત પણ કરવામાં આવેલી છે. જેમાં વિશ્વ ભરમાંથી બાળકો ભાગ લઇ રહ્યા છે. નાનપણથી જ તેમનામાં સ્પોર્ટ્સની મહત્તા અને તેના તંદુરસ્તીના ફાયદાની સમજ પ્રસરે તેવો મુખ્ય ઉદ્ેશ છે. દરેક બાળક રમવા, ફરવાનો અધિકાર છ.
તેને ખીલવા માટે તથા તેની ક્ષમતા મુજબ દેખાવ કરતા પ્રોત્સાહન કરવા જરૂરી છે. વિશ્વ ના ઘણા દેશો નાના બાળકથી જ એથ્લેટિક્સની તાલિમ આપતા હોય છે તેથી તે સુવર્ણચંદ્રક મેળવવામાં મોખરે હોય છે. આજનો દિવસ જ શારીરીક કૌશલ્યોનો વિકાસ કરવા અને શીખવાની તકો મેળવીને ક્ષમતા સિધ્ધ કરવાનો છે. બાળકોના આ કાર્યક્રમની સ્થાપના 2002માં કરવામાં આવી હતી. 100થી વધુ દેશોમાં આનો અમલ કરતાં 13 મિલિયન જેટલા બાળકો અને યુવાનો જોડાયા હતા.
આ છે ભારતના સૌથી ફિટ 10 એથલીટ
જીવનમાં ફિટનેશનું બહુ જ મહત્વ છે. આપણાં દેશમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અન્વયે વિવિધ કાર્યક્રમો થકી શારીરીક તંદુરસ્તી અને ફિટનેશના મહત્વને છેલ્લા બે-ત્રણ વર્ષમાં સારી જાગૃત્તિ પ્રસરાવી છે.
આજે વર્લ્ડ એથ્લેટિક્સ દિવસ નિમિતે ભારતના સૌથી ફિટ 10 એથલીટમાં કોણ હશે તેવો પ્રશ્ર્ન સૌ રમતવીરોને થતો હશે, તો આ છે ભારતના ટોપ-10 ફિટ એથ્લેટિક્સ
- વિરાટ કોહલી : ભારતમાં જ નહી પણ દુનિયાના સૌથી ફિટ ખેલાડીમાં એક છે. તેની મેદાન પર ચુસ્તી-ફૂર્તિ જોવા લાયક હોય છે.
- નિરજ ચોપરા : ભારતના ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ છે, તે ભાલાફેંકમાં ઓલ્મ્પિીક ચેમ્પિયન છે. તે પોતાના શરીરને બેંડ વાળી શકે છે. તેનો વિડીયો પણ બહુ વાયરલ થયો હતો.
- સુનિલ છેત્રી : તે ફિટનેશ માટે જાણીતા છે. આ ફૂટબોલર નામે 31 ગોલ છે. તે ફિલ્ડ પર ખૂબ જ ઝડપી દોડવાની ક્ષમતા ધરાવે છે.
- મિરાબાઇ ચાનુ: ભારતના ફિટમાં પુરૂષો સાથે આ મહિલા પણ ફિટનેશમાં નંબર વન છે. 49 કિલોગ્રામમાં ઓલ્મ્પિીકમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
- હાર્દિક પંડ્યા : વિરાટ કોહલીની સાથે આ ક્રિકેટર પણ ફિટનેશ માટે જાણીતું નામ છે. સોશિયલ મીડિયામાં તેની શર્ટલેસ તસ્વીર તેનું ઉદાહરણ છે.
- પી.વી.સિંધુ : બૈડમિંટનમાં વર્લ્ડ ચેમ્પિયન થનારી પ્રથમ ભારતીય મહિલા છે. તે સૌથી ફિટ મહિલાઓમાં આવે છે.
- શર્મિલા નિકોલલેટ : ભારતીય ગોલ્ફર સૌથી ખૂબસુરત ગોલ્ફર પૈકી એક છે. તે તેની ફિટનેશ માટે ખૂબ જ જાણીતી છે.
- મનપ્રિત સિંહ : ભારતીય હોકી ટીમના કેપ્ટન છે અને સર્વશ્રેષ્ઠ હોકી ખેલાડીઓમાં દેશમાં સૌથી ફિટ છે. ઓલ્મ્પિકમાં કાસ્યપદક જીત્યો હતો.
- સાક્ષી મલિક : ભારતની પ્રથમ મહિલા પહેલવાન કે જેને 58 કિલોગ્રામમાં કાસ્યપદક જીત્યો હતો. તે પોતાની ફિટનેશ માટે હમેંશા ચર્ચામાં રહે છે.
- દિપા કરમાકર : ભારતની કલાત્મક જિમનાસ્ટ છે. જીમનેસ્ટીકને કારણે તે બહુ જ ફ્લેક્શીબલ અને ફિટ છે. કોમન વેલ્થ ગેમ્સમાં કાંસ્ય પદક જીતવાવાળી પ્રથમ મહિલા હતી.