વિશ્વમાં 7 મી મેના રોજ વર્લ્ડ એથ્લેટિક્સ ડે ઉજવાય છે . 2003 માં ‘ વર્લ્ડવાઇડ ન્યૂબી એથલેટિક ફેડરેશન દ્વારા તેની શરૂઆત કરાઈ હતી .

વર્તમાન સમયમાં બાળકો મોબાઈલની પાછળ ઘેલા થયા છે . એક સમય હતો જયારે બાળકો રસ્તા પર કબડ્ડી , ખો , ડબ્બા આઇસ પાઇસ , ગીલ્લી ડંડા , લંગડી જેવી રમતો રમતા હતા અને આજે આ જ રમતો છે પણ રસ્તા પર બાળકોની ભીડ નથી . એવું નથી કે આ બધી રમતો બાળકો આજે રમતા નથી , પરંતુ આ સિવાય પણ ઘણી રમતો તેઓ રમે છે પણ મોબાઈલમાં રમે છે એ મોટો પ્રશ્ન છે .

શારીરિક શ્રમ , પરસેવો પાડવો , દોડાદોડી કરવી એ તો જાણે આજકાલનાં બાળકોને ગમતું જ નથી . શેરીની બહાર ચોકમાં જવું હોય તો પણ તે માતા પિતાને વાહનમાં મૂકી જવા કહે છે એટલું પણ તે ચાલી શકતા નથી . અહીં મોટો પ્રશ્નાર્થ એ છે કે માતા પિતા પણ બાળકોની જીદ સામે ઝુકે છે અને તેમને શારીરિક શ્રમ કરતા અટકાવે છે .

કેટલાક તો વળી પોતાના બાળકને ક્રિકેટ , ફૂટબોલ , ટેનીસ કે કબડ્ડી રમીને બાળક શું કરી લેશે એમ સમજીને બાળક પર ભણતરનો ખોટો ભાર નાખે છે. લોકોનાં જીવનમાંથી ખેલ નીકળી ગયા છે તેના કારણે ખેલદીલીની ભાવના પણ તે શીખી કે સમજી શકતા નથી .

એક બાજુ નીરજ ચોપરા , પીવી સિંધુ , રવિ કુમાર દહિયા, મીરાબાઈ ચાનુ જેવા સ્પોર્ટ્સ સ્ટાર્સ દેશ માટે ઓલોમ્પિકમાં જઇને વિવિધ મેડલ્સ લાવી રહ્યા છે તો બીજું બાજુ નવી પેઢીને રમતગમતમાં કોઇ રસ પડતો નથી અને કેટલાંક બાળકો એવા હોય છે કે જેઓ સ્પોર્ટ્સમાં આગળ વધવા માંગતા હોય છે , પરંતુ તેમને માતા પિતાનો સહકાર પ્રાપ્ત નથી થતો . આ દિશામાં લોકોએ ખરેખર જાગૃત થવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.