અબતક, અરૂણ દવે
રાજકોટ
આજે વિશ્ર્વ પ્રાણી દિવસ છે. સમગ વિશ્ર્વમાં વિવિધ ઉજવણીના ભાગરુપે યોજાતા તમામ કાર્યક્રમમાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ, હુંફ, લાગણીનો સંદેશો પ્રસરાવે છે. સમગ્ર વિશ્ર્વના માનવમાં પ્રાણી પરત્વે જાગૃતિ ફેલાવવા અને પ્રાણીઓના જીવનની સારી પરિસ્થિતિઓ માટે પ્રવૃતિ હાથ ધરવાનો છે. આજનો દિવસ પ્રાણીઓના અધિકારો માટે વૈશ્ર્વિક પહલ કરવાની છે.
આજે યોજાયેલી તમામ ઇવેન્ટોનો હેતુ પ્રાણી કલ્યાણ માટે વધુ સારા ધોરણો નકકી કરવા અને લોકોમાં પ્રકૃત્તિ અને તેના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. પશુ, પંખીની ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે ત્યારે તેમના બચાવ કાર્યમાં સૌનો સહિયારો પ્રયાસ જરુરી છે.
એનિમલના હકો અને કલ્યાણ ક્ષેત્રે સૌ સાથે મળીને કાર્ય કરે
આ પ્રવૃતિની શરૂઆત 1925માં જાણીતા સાયકોલોજીસ્ટ અને પ્રાણી સંરક્ષક કાર્યકતા હેનરિક ઝિમરમેન દ્વારા કરાય હતી. તેમને પ્રાણીઓના કલ્યાણ માટે સક્રિય કામગીરી કરી હતી. પ્રાણીઓ આપણી ઇકોસિસ્ટમનો મહત્વનો પાર્ટ છે. માનવના જીવનમાં પ્રાણીઓની ભૂમિકા અગમ્ય છે.
વિશ્ર્વમાં પ્રથમવાર 24 માર્ચ 1925માં પ્રથમ વિશ્ર્વ પ્રાણી દિવસ ઉજવાયો હતો:
સંત ફ્રાન્સિસની યાદમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે
આજે વિશ્ર્વ પ્રાણી દિવસે પૃથ્વીના રક્ષક તરીકે તમામ જાતિઓ (પ્રાણીઓ) સાથે દયા, પ્રેમ, કરૂણા સાથેના વ્યવહાર કરવાની પૃથ્વી વાસીઓની ફરજ છે. સમગ્ર વર્ષ દરમ્યાન આવતા વિવિધ દિવસોમાં આજનો દિવસ માનવતાનો સંદેશ આપે છે. આજે સમગ્ર વિશ્ર્વ સાથે આપણા દેશ અને રાજય સાથે રાજકોટમાં પણ વિવિધ સંસ્થાઓ આ પરત્વેનું સુંદર કાર્ય કરે છે.
આજનો મુખ્ય હેતુ જાગૃતિ, શિક્ષણ અને અવાચક જીવો પર માનવીય અસરોને સુધારવા માટેનો પ્રયત્નનો દિવસ છે. આજે લોકો ગાય, ભેંસ, બકરી, ઘોડા, શ્ર્વાસ, બિલાડી, પક્ષીઓમાં પોપટ જેવા વિવિધ પશુ-પંક્ષીઓ પાળે છે. પોતાના સંતાનો કરતાં પણ લોકો પોતાના પાળેલા પશુ-પક્ષી ને પ્રેમ કરે છે. રાજકોટમાં શ્ર્વાન સાથી ગ્રુપ અને રોયલ ડોગ લવર ગ્રુપના સભ્યો સાથે ઘણા એકલા પોતે સ્ટ્રીટ ડોગ માટે રાત્રે તેના વિસ્તારોમાં જઇને ડોગ ફૂડ આપવા જાય છે.
આજના દિવસનો ઉદ્દેશ પ્રાણીઓના બચાવ અને તેના આશ્રય સ્થાનો સુનિશ્ર્ચિત કરવાનો છે:
પર્યાવરણ રક્ષણમાં પણ પ્રાણીઓની અગ્રિમ ભૂમિકા છે
સ્વાર્થ વિનાની આ સેવામાં ઘણા દાતાઓનો સુંદર સહયોગ મળે છે. ડો. એ.બી. ગડારા અને એનિમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી પણ નિયમિત પ્રાણીઓની સેવા પ્રોજેકટ ચલાવી રહ્યા છે. રાજકોટમાં ડોગ શો તથા બર્ડ શો પણ યોજાય છે. રાજકોટમાં છેલ્લા દોઢ દાયકાથી પશુ-પક્ષીઓ પરત્વે ઘણી જાગૃતિ આવતા લોકોનો અભિગમ પ્રાણીઓ પ્રત્યે બદલાયો છે.
શાળાઓમાં કરૂણાનું શિક્ષણ જરૂરી
વિશ્ર્વ પ્રાણી દિવસે આજના છાત્રો કે જે દેશના ભાવિ નાગરીકો છે તેનામાં પ્રાણીઓ પ્રત્યે અનુકંપા દયાભાવ, કરુણા જાગે તે માટેના કાર્યક્રમો યોજવા જરુરી છે. શેરી શ્ર્વાનો પ્રત્યે થતાં અત્યાચારોની સામે સૌએ આવાજ ઉઠાવવાની જરુર છે તેમાં ભાવી નાગરીકો પણ જોડાય તે આવનારા ગુણવતા સભર પર્યાવરણથી લગબથ વિશ્ર્વ માટે અતિ આવશ્યક છે. કરૂણા શિબિર શિક્ષકો અને બાળકો માટે યોજવા જરુરી છે.
રાજકોટમાં સ્ટ્રીટ ડોગ ના ફૂડ માટેની ઉત્તમ સેવા
રાજકોટમાં પ્રાણીઓ પરત્વે એનિમલ હેલ્પલાઇનના ઉમદા કાર્ય થકી અને કરૂણા ફાઉન્ડેશનના મિતલ ખેતાણી પ્રતિક સંઘાણી અને શેરી શ્ર્વાનો માટે ખોરાકની નિયમિત પ્રવૃતિ ચલાવતા રોયલ ડોગ લવર ગ્રુપ શ્ર્વાન સાથી ગ્રુપના સભ્યો સક્રિય નિયમિત પ્રોજેકટ ચલાવી રહ્યા છે. મેડીકલ ક્ષેત્રે ડો. એ.બી. ગડારાની સેવા પણ બેનુમન છે. કમલેશ ડોડીયાના સ્નેક કેચર ગ્રુપ પણ શ્ર્વાનને પકડીને તેના કુદરતી વાતાવરણમાં છોડવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. આ પરત્વે રણજીત ડોડીયા, ભુવનેશ પંડયા જેવા નામી અનામી અને પ્રાણી પક્ષી પ્રેમી ઉમદા કાર્યકારી રહ્યા છે.
2050ની સાલમાં પૃથ્વી પરથી પ્રાણીઓ નાશ પામશે
પર્યાવરણ અને ગ્લોબલ વોમિંગ જેવી વૈશ્ર્વિક સમસ્યાને કારણે ઘણી પ્રાણીઓની પ્રજાતિઓ પૃથ્વી પરથી લુપ્ત થઇગઇ છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે પર્યાવરણનો આમાજ બગાડ ચાલુ રહેશે તો 2050 સુધીમાં આપણા વિશ્ર્વમાંથી પ્રાણીઓ પક્ષીઓ લુપ્ત થઇ જશે. આજે પ્રાણી બચાવનાં વિવિધ અભિયાનો ચાલે છે. પણ નકકર કાર્યોની તાતી જરુરીયાત છે. છેલ્લી બે સદીમાં 10 ટકા પશુ-પક્ષી નાશ પામ્યા તો આજે પ00 થી વધુ પ્રજાતિઓ લુપ્ત થવાના ભય હેઠળ જીવી રહી છે. કેટલા બધા પ્રાણીઓ પક્ષીના મુળ આશ્રય સ્થાનો અને પર્યાવરણ નાશ પામ્યા છે.