કેન્દ્ર સરકાર દ્વારા ૧પમાં નાણાંપંચની ગ્રાન્ટ ફાળવણી અંગે સમજુતી આપવા સેમિનારનું ગુજરાતભરમાં તબકકાવાર આયોજન: માહીતી આપતા ધનસુખ ભંડેરી
ગુજરા મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યા છે. ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, નાયર મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના માર્ગદશન હેઠળ ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા સ્વર્ણીય જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬ર નગરપાલિકા તથા ૮ મહાનગરપાલિકાઓને રોડ, રસ્તા, લાઇટ, ગટર, પાણી ઉપરાંત બગીચાઓના વિકાસ કાયોની સાથોસાથ લોકોને સુખાકારી જળવાય તેવા હેતુથી પ્રાથમીક સુવિધાઓની સાથો સાથ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ માટે કરોડો ‚પિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ત્યરે વર્ષ ૨૦૧૮-૧૯ ની ૧પમાં નાણાપંચની પરફોર્મન્સ દરખાસ્તો તૈયાર કરવા માટેની જાણકારી આપવા અંગેનો વર્કશોપ યોજાશે.
આ અંતર્ગત વધુ માહીતી આપતા ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા ૧પમાં નાણાંપંચની ગ્રાન્ટની સમજુતી અંગે સમગ્ર ગુજરાતભરની ૧૬ર નગરપાલિકાના ચીફ ઓફીસર અને એકાઉન્ટન્ટ, ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ, હિસાબનીશ, બજેટની કામગીરી જાણકારી કર્મચારીઓ તથા ૮ મહાનગરપાલિકાના એકાઉન્ટન્ટ ઓફીસર અને બજેટની કામગીરી જાણનાર કર્મચારીઓને વધુ માહીતગાર કરવાના હેતુથી તબકકાવાર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આવતીકાલે રાજકોટ ધ ફન હોટલ, ડીલકસ ચોક ખાતે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, સુ.નગર, દેવભુમિ દ્વારકા, ભાવનગર, બોટાદ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જીલ્લાની કુલ મળી ૬૭ નગરપાલિકાઓ તેમજ રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ મહાનગરપાલિકા માટે યોજાશે. તેમજ તા. ૧૪-૩ ના રોજ અમદાવાદ ખાતે ઉતર ગુજરાત તથા મઘ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીં, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ જીલ્લાની ૬૮ નગરપાલિકા તેમજ અમદાવાદ, ગાંધીનગર, મહાનગરપાલિકા માટે વર્કશોપયોજાશે. તેમજ સુરત ખાતે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, વલસાડ , નવસારી, સુરત, તાપી, નર્મદા જીલ્લાની ર૭ નગરપાલિકા તેમજ વડોદરા, સુરત મહાનગરપાલિકા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના તજજ્ઞ અધિકારીઓ માર્ગદર્શન આપશે. આમ અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું.