ધોરાજી વાંઝા જ્ઞાતિ ની વાડી ખાતે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોડ દ્વારા શ્રમયોગી શિબિર અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ન્યુ દિલ્હી ના રાષ્ટ્રિય સચિવ કિશોરભાઈ રાઠોડ ના અઘ્યક્ષતા માં યોજાયેલ જેમાં રિજિયોનલ ઓફીસર ડી.જી.પંચમીયા રિજિયોનલ નિરીકચ્છક જે.સી.વ્યાસ રાજકોટ જિલ્લા પ્રોજેકટ મેનેજર વિપુલભાઈ જાની વિવેકાનંદ પરિવાર ના રાજુભાઇ એરડા રાજકોટ નાગરીક બેન્ક ના ચુનિભાઈ સંભવાણી મધવજીભાઈ મયાત્રા વિગેરે ની હાજરી માં સમારો ને ખુલ્લો મુકવામાં આવેલ સમારોહ ના અધ્યક્ષ કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ બાંધકામ શ્રમયોગી માટે પોતાની ઉદારતા બતાવેલ છે અને ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોડ ને વધુ ચેતનવનતું બનાવી ગરીબ શ્રમયોગી પરિવારો ને તાતકાલિક લાભો મળે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે આ માટે વધુમાં વધુ લાભાર્થી ઓને લાભ લેવા જણાવેલ હતું
રિજિયોનલ ઓફિસર ડી.જી.પંચમીયા એ જણાવેલ કે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોડ ગરીબો માટે 26 પ્રકાર ના વિવિધ લાભો આપે છે જે લાભો બાંધકામ શ્રમયોગિઓ જરૂરિયાત પ્રમાણે લેતા નથી એટલે તાલુકા મથકે આવી શિબિરો યોજી લાભાર્થી ઓને લાભ આપી રહ્યા છીએ.
શિબિર માં 150 લાભાર્થી ઓને બુક નું વિતરણ કરવામાં આવ્યું તેમજ નવા નામો નોંધવા માં આવ્યા હતા