રાજકોટ મહાનગરપાલિકાએ સ્વીસ એજન્સી ફોર ડેવલોપમેન્ટ એન્ડ કો-ઓપરેશન દ્વારા ફંડેડ “કેપેસિટી બિલ્ડીંગ ફોર લો કાર્બન એન્ડ ક્લાઇમેટ રેસીલીયન્ટ સિટી ડેવલોપમેન્ટ ઇન ઈન્ડિયા (કેપેસિટીઝ)” પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૨ માટે “ક્લાઈમેટ રેસીલીયન્ટ સિટી એકશન પ્લાન” બનાવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાતા વિવિધ ક્લાઈમેટ રિલેટેડ એક્શનનો પ્લાનમાં સમાવેશ કરવામાં આવેલ છે તથા આ પ્રયોગ થકી કેટલું ગ્રીન હાઉસ ગેસ ઓછો કારી શકાય તેમ છે, તેનો પણ સમાવેશ કરેલ છે. આ પ્લાનમાં રીવ્યુ તથા સુચનો માટે તા.૦૬/૦૬/૨૦૧૮ના રોજ સ્ટેક હોલ્ડર કમીટી વર્કશોપનું આયોજન કરેલું હતું,. જેમાં મેયર શ્રી ડૉ. જૈમન ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર શ્રીમતી દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીધી પાની, ડેપ્યુટી કમિશનરશ્રીઓ, મી. શિરીષ સિન્હા, ડેપ્યુટી ડાઇરેક્ટર, સ્વીસ એજન્સી ફોર ડેવલોપમેન્ટ એન્ડ કો-ઓપરેશન; મી. ઈમાની કુમાર, એક્ક્ષેકયુટીવ ડાઇરેક્ટર, ઇકલી સાઉથ એશિયા; મિસ. સૌમ્યા ચર્તુવેદુલા, ડેપ્યુટી ડાઇરેક્ટર ઇકલી સાઉથ એશિયા; મી. માર્ટીન સ્ટાર્ડમાન, પ્રેક્ટિસ લીડર ક્લાઈમેટ ફાઈનાન્સ, સાઉથ પોલગ્રુપ, તથા મી. રામામોહન, ડાઇરેક્ટર  વોટર એન્ડ લાઈવલી હુડ મિશન વગેરે મહાનુભવોએ ભાગ લીધો હતો.

IMG 8274       આ વર્કશોપ તથા ક્લાઈમેટ રેસીલીયન્ટ સિટી એક્શન પ્લાનમાં રીવ્યુ માટે વોટર, ડ્રેનેજ, સીવર, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ, બિલ્ડીંગ તથા સ્માર્ટસિટી વિગેરે વિષયો પર ગ્રુપ ડીસ્કશન દ્વારા પ્લાનનો રીવ્યુ કરવામાં આવેલ. આ પ્લાનના ઈમ્પ્લીમેન્ટેશન માટે તમામ જરૂરી સપોર્ટ પુરો પાડવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કટીબ્ધ છે, તેવું મેયરશ્રી તથા કમિશનરશ્રીએ જણાવેલ. રાજકોટ શહેર એક માત્ર શહેર છે, જેણે વર્ષ-૨૦૧૬મા ક્લાઈમેટ મીટીગેશન એક્શન પ્લાન બનાવેલ જેનું અમલીકરણ ચાલુ છે. આ પ્લાનનું વર્ષ-૨૦૧૮મા કાઉન્સીલ દ્વારા અપ્રુવલ મેળવી રાજકોટની રેગ્યુલર પ્લાનીંગ પ્રોસેસ દ્વારા અમલીકરણ કરનાર રાજકોટ શહેર ઈન્ડિયામાંથી એક માત્ર શહેર છે. આ વર્ષે પણ રાજકોટ ક્લાઈમેટ રેસીલીયન્ટ સિટી એક્શન પ્લાન બનાવનાર તથા તેની કાઉન્સીલ દ્વારા અપ્રુવલ મેળવી અમલીકરણ કરનાર પ્રથમ શહેર બને તે દિશામાં આગળ વધશે.

PHOTO 2018 06 07 15 06 37       કેપેસીટીઝ  અંતર્ગત વિવિધ ક્વીકવીન થા ટેકનીકલ સપોર્ટ માટે બેંકબેલ પ્રોજેક્ટ પ્રપોઝ કરેલ છે,તેનું તમામ ફંડીગ સ્વિસ એજન્સી ફોર ડેવલોપમેન્ટ એન્ડ કો-ઓપરેશન દ્વારા કરવામાં આવશે. ક્વીકવીન પ્રોજેક્ટમા આજી ફિલ્ટર પ્લાન પર ૭૦ કિલોવોટ સોલાર લગાડવું, અફોર્ડેબલ હાઉસિંગ પર ૩૦ કીલોવોટ સોલાર  લગાડવું, રેઈન વોટર તથા ગ્રાઉન્ડ વોટર રીચાર્જ માટે સ્ટ્રક્ચર બનાવવું, વિગેરેનો સમાવેશ થાય છે,જેનું અમલીકરણ ઇકલી સાઉથ એશિયા દ્વારા થશે. આ ઉપરાંત સોલીડવેસ્ટ મેનેજમેન્ટ માટે એક્શન પ્લાન બનાવવો, બી.આર.ટી.એસના ઇલેકટ્રીફિકેશન તથા લાસ્ટમાઈલ કનેક્ટીવીટી સ્ટડી, વોટર ઓગ્મેન્ટેશન તથા ગ્રાઉન્ડ વોટર રીચાર્જ માટેની સ્ટડી માટે ટેકનીકલ સપોર્ટ આ  પ્રોજેકટ અંતર્ગત મળશે. આ પ્રોજેકટનું અમલીકરણ ઇકલી સાઉથ એશિયા, સાઉથપોલ ગ્રુપ તથા ઈ-કોન્સેટર દ્વારા રાજકોટ, કોઈમ્બતૂર, સીલીગુરી તથા ઉદયપુર શહેરમાં થઇ રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.