કડવીબાઇ વિરાણી વિઘાલયમાં માટીમાંથી ઇકોફ્રેન્ડલી ગણપતિનો નિ:શુલ્ક વર્કશોપ યોજાયો હતો. તેમાં પર્યાવરણ પ્રેમી અને વીરાણી શાળાના નિવૃત આર્ટ ટીચર શીલાબેન રાઠોડે તજજ્ઞ તરીકે સેવા આપી હતી. જેમાં શાળાના ધો. ૯ થી ૧રના કુલ ૪૫૦ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો.
અને જળ પ્રદુષણ દુર કરવાનો સંકલ્પ કર્યો. સાથો સાથ માટીના ગણેશ મૂર્તિમાં સવનના બી નાંખીને કૃતિ તૈયાર કરી આ વર્કશોપને સફળ બનાવવા શાળાના હાઉસ કીપીંગ વિભાગના શિક્ષકો તથા વિાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.