શહેરનાં વાધેશ્ર્વરી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા વર્તમાન યુગમાં બનતા સાઈબર ક્રાઈમ-ઈથીકલ હેકિંગથી બચવા ફ્રી વર્કશોપનું આયોજન કરાયું જેમાં સવારથી રાત સુધી ચેટીંગ, સર્ફીંગ, શોપીંગ તેવી અનેક પ્રવૃતિ કરતા હોય છે તેના પર કોઈ દુરથી પણ નજર રાખતા હોય છે તેવા હેકર્સથી બચવા ૨ બેંચનું આયોજન થયું જેમાં અંદાજીત ૮૦ લોકોએ ભાગ લીધો હતો અને મોબાઈલ કેમ સુરક્ષિત રાખવો તેના પાઠ ભણ્યા હતા તેવું ટ્રસ્ટનાં નયનભાઈ રાણપરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આ આયોજન સાયબર ડીફેન્સ સ્કોડનાં સહયોગથી યોજાયો હતો.
ગોપાલભાઈ રાણપરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાધેશ્ર્વરી ટ્રસ્ટ રોજ નવા-નવા કાર્યક્રમ કરતા હોય છે. દેશ માટે ગામ માટે અવેરનેશ પ્રોગ્રામ કરતા હોય છે. હું અહીં એજ શીખવા આવ્યો છું કે, આપણે સિકયોર કેવી રીતે થઈ શકીએ. આનાથી ઘણો ફાયદો થાય છે. આપણી જે વસ્તુ ખુલ્લી પડી છે તેને એક લોક મારવાની વાત છે. આવા પ્રોગ્રામ થવા જોઈએ. મોટા લેવલ પર થવા જોઈએ. ૧૦૦૦ થી ૨૦૦૦ લોકો વચ્ચે આવા કાર્યક્રમો થવા જોઈએ.