વીવીપી ઈજનેરી કોલેજના આઈટી વિભાગ દ્વારા આઈટી વિભાગના છઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ગુજકોસ્ટ સ્પોન્સર્ડ એડવાન્સ હાઈબરનેટ ડેવલપમેન્ટ પર વર્કશોપ યોજવામા આવ્યો હતો.
આ વર્કશોપનું હેતુ વિદ્યાર્થીઓને વેબસાઈટ તેમજ વેબએપ્લીકેશન માટે ઉપયોગી જાવા સબજેકટના લેટેસ્ટ ફેમવર્ક હાઈબરનેટ વિશે માહિતગાર કરવાનો તેમજ વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રી રેડી કરવા માટેનો હતો. આ વર્કશાપેમાં આઈટી વિભાગનાં ૬૦ થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગલીધો હતો. આ વર્કશાપેમાં એકસપર્ટ તરીકે સ્કાયનાઈન આઈટી કાફટના કો. ફાઉન્ડર તેમજ એકઝીકયુટીવ ચેરમેન અભિષેક પુજારાએ સેવા આપેલ. પ્રોગ્રામને સફળ મનાવવા વિભાગીય વડા પ્રો. દર્શના પટેલના માર્ગદર્શન હેઠળ આઈ.ટી. વિભાગના પ્રો. વિશાખા સંઘવીએ જહેમત ઉઠાવીહતી.
આપ્રોગ્રામની સફળતા બદલ સંસ્થાના આ મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકર તેમજ તમામ કર્મચારીગણે અભિનંદન પાઠવેલ છે.