વીવીપી ઈજનેરી કોલેજના કમ્પ્યુટર વિભાગ અને અમદાવાદ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે ડેટા સાયન્સ એન્ડ એનાલીટીકસના નામે એક વર્કશોપનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિશ્ર્વકર્મા સરકારી ઈજનેરી કોલેજના કમ્પ્યુટર વિભાગનાં વડા પ્રો.મનસુખભાઈ સાવલીયા તેમજ અમદાવાદ યુનિવર્સિટીના ઈજનેરી ફેકલ્ટીના ડિન ડો.સંજયભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પ્રો.સાવલીયાએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં ડેટા એનાલીટીકસનું કામ મોટા ભાગે વિદેશોમાં થઈ અને આપણા ભાગે ફકત કોડીગનું જ કામ આવે છે.
ડો.સંજયભાઈ ચૌધરીએ પણ ડેટા એનાલીટીકસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, હાલમાં જેમ ડેટાની સાઈઝ વધે છે તેમ તેની સિકયુરીટીનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. આ કાર્યક્રમમાં રાજકોટ ઝોનની અલગ-અલગ કોલેજોમાંથી અંદાજીત ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન વીવીપી ઈજનેરી કોલેજના કમ્પ્યુટર વિભાગના વડા ડો.તેજસ પાટલીયાના માર્ગદર્શન હેઠળ પ્રૌ.મૌલીક ધામેચાએ કરેલ હતું. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા તથા હર્ષલભાઈ મણીઆર, આચાર્ય ડો.જયેશભાઈ દેશકરે શુભેચ્છાઓ પાઠવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com