સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, મુસ્લિમસમાજ, અયપ્પા સેવા સમાજ, બોલબાલા ચેરી ટેબલ ટ્રસ્ટ, મીશનરીઝ, દેવીપુજક, વિગેરે સમાજના ૫૬ ધાર્મિક આગેવાનો હાજર
મેયરશ્રી બીનાબેન આચાર્યનાં અધ્યક્ષસ્થાને મીટીંગમાં પદાધિકારીશ્રીઓ તથા મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાની તથા અધકારીઓ ઉપસ્થિત
રાષ્ટ્રીય ઓરી / રૂબેલા અભિયાનનું રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૬ મી જુલાઈથી અમલીકરણ થવાનું છે. રાજકોટ શહેરની ૮૦૦ થી વધારે શાળા તથા ૩૪૫ આંગણવાડીનાં ૪ લાખ ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે.
આ અંગે વિશેષ માહિતી આપતા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, ૯ માસથી ૧૫ વર્ષનાં બાળકોને આશીર્વાદરૂપ ઓરી / રૂબેલા રસીકરણ કાર્યક્રમને ૧૦૦ % સફળ બનાવવા તથા કાર્યક્રમ વિષે ગેરમાન્યતા ન રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકામાં પ્રથમ વખત વિવિધ ધર્મના ગુરૂઓ તથા અગ્રણીઓની મીટીંગ કમ વર્કશોપ (જાગૃતિ કાર્યક્રમ) સેન્ટ્રલ ઝોન ખાતે સંપન્ન કરેલ હતો. જેમાં અયપ્પા સેવા સમિતિ, આત્મીય સંસ્થા, બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા, SMVS સ્વામીનારાયણ સંસ્થા, ગુરૂકુળ ઢેબર રોડ, ગુરૂકુળ ભુપેન્દ્ર રોડ, બ્રહ્માકુમારીઝ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, મિશનરીઝ ઓફ ચેરીટી, મેલડી માતાજીનું મંદિર, નગીના મસ્જીદ, ઝુલેખા મસ્જીદ, નવાબ મસ્જીદ, નુરાનીપરા મસ્જીદ, સીદીક મસ્જીદ, રાઉમાં જમાત હોલ, સંજરી મસ્જીદ, નવાબ મસ્જીદ, અલ્કાબા મસ્જીદ, ગુલઝારે મુસ્તુફા મસ્જીદ, મદીના મસ્જીદ, સુન્ની ઘાંચી મસ્જીદ વિગેરે સમાજના તથા ધર્મના ૫૬ જેટલા અગ્રણીઓ હાજર રહેલ હતા જેમને SMOશ્રી ડો. અમોલ ભોસલે દ્વારા MR રસીકરણની માહિતી આપી ચર્ચા કરેલ હતી. આ ચર્ચા દરમિયાન બાપ્સ ડો. ગુંજન મોદીએ સભામાં પ્રચાર પ્રસાર કરવા ખાતરી આપેલ હતી. બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયે બહોળી સંખામાં પ્રચાર કરવા બાંહેધરી આપેલ હતી. બ્રહ્માકુમારીઝનાં ગીતાબેન દ્વારા તમામ સેવા કેન્દ્રોમાં પ્રચાર તથા રસીકરણ અંગે જણાવેલ હતું. નગીના મસ્જિદના અગ્રણી તથા મુસ્લિમ અગ્રણી ફારૂકભાઈ બાવાણીએ તેમની ધાર્મિક સંસ્થામાં તથા સંચાલિત ધાર્મિક શાળાઓમાં ૧૦૦ % રસીકરણ અંગે બાંહેધરી આપેલ હતી.
ઓરી / રૂબેલા અભિયાનની સમાજમાં જાગૃતતા માટે વિવિધ ધર્મગુરૂઓ તથા ધાર્મિક સંસ્થાના અગ્રણીઓનો પ્રથમ વખત મહાનગરપાલિકામાં વર્કશોપ
મેયરશ્રી બીનાબેન આચાર્યએ દરેક સમાજના અગ્રણીઓને ૯ માસથી ૧૫ વર્ષનાં બાળકોને ૧૦૦ % ઓરી / રૂબેલા રસીકરણ કરાવવા અપીલ કરેલ હતી. મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ દરેક સંસ્થાના અગ્રણીઓને ઓરી / રૂબેલા રસીકરણ, ઉપરાંત સ્વચ્છતા તથા મચ્છરજન્ય રોગચાળા અંગે માર્ગદર્શન આપેલ હતું તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું.
આ ઓરી / રૂબેલા રસીકરણની ધર્મસંસ્થાઓની જાગૃતિ શિબિરમાં અધ્યક્ષસ્થાને મેયરશ્રી બીનાબેન આચાર્ય તેમજ ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસકપક્ષ નેતાશ્રી જાગાણી, દંડકશ્રી અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકર, મ્યુ. કમિશનરશ્રી બંછાનીધી પાની, ડે. કમિશનરશ્રી ગણાત્રા, આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, ના. આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા તેમજ ના. આરોગ્ય અધિકારી ડો. હિરેન વિસાણીઉપસ્થિત રહેલ.