વોર્ડ નં.૧૦ માં પુષ્કધામ મેઇન રોડની આજુબાજુનો વિસ્તાર ખુબ જ વિકસીત થયેલછે. જેથી પુષ્કરધામ મેઇન પર વિશેષ સુવિધા મળે તે માટે કાલાવડ રોડ એ.જી. ચોકથી યુનિવર્સિટી રોડન જોડતા પુષ્કરધામ મેઇન રોડ પર રૂ ૮૫ લાખના ખર્ચે બન્ને સાઇડમાં યુટીલીટી ડકટ સાથે પેવીંગ બ્લોક કામનો શુભારંભ મેયર બીનાબેન આચાર્યની ઉ૫સ્થિતિમાં રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવી આ પ્રસંગ વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, અશ્વીનભાઇ ભોરણીયા, પ્રભારી માધવભાઇ દવે, મહામંત્રી પરેશભાઇ તન્ના, ઉપપ્રમુખ કિશોરભાઇ સોજીત્રા, ભાજપ અગ્રણી અશોકસિંહ જાડેજા તેમજ આ વિસ્તારના હરીભાઇ તારપરા, વિનુભાઇ સોળીયા, વિનુભાઇ ભૂત, ડો. કેતનભાઇ ત્રાંબડીયા, વિગેરે સહીતના રહેવાસીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
અંંદાજીત ૧ર થી ૧પ ફુટમાં પેવીંગ બ્લોક યુટીલીટી ડકટ સાથે નાખવામાં આવશે. યુટીલીટી ડકટના કારણે ભવિષ્યમાં અનય કોઇ લાઇન નાખવાની થાય તો રોડ ખોવવાની જરુર નહી પડે. આ ઉપરાંત પાકીંગ વિગેરે માટે ઝીબ્રા કરવામાં આવશે. આ કામગીરી થતાં પુષ્કરધામ મેઇન રોડનું બ્યુટીફીકેશનમાં વધારો થશે.