હેલમેટ માત્ર ટુ વ્હીલર ચલાવતી વખતે જે પહેરવામાં આવે છે. એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ આપણા દેશમાં એક એવી પણ સરકારી ઓફિસ છે, જ્યાં લોકો હેલમેટ પહેરીને કામ કરે છે. આ ઓફિસના લોકો માને છે કે આ ઓફિસમાં કંઈપણ થઈ શકે છે.

બિહારના પશ્ચિમ ચંપારણમાં આવેલી જમીન રેકોર્ડ વિભાગના કાર્યાલયમાં કર્મચારીઓ રોજ હેલમેટ પહેરીને આવે છે. આ કર્મચારીઓ હેલમેટના શોખીન નથી અને ના તો કોઈને સંદેશ આપવા માગે છે. આ કર્મચારીઓ તો મજબૂરીમાં અહીં હેલમેટ પહેરી આવે છે.

આ ઓફિસના કર્મચારીઓ પોતાની સુરક્ષાને લઈને સજાગ છે. હકીકત એવી છે કે, આ કાર્યાલયની દિવાલો સાવ જર્જરિત હાલમાં છે. જે ગમે ત્યારે પડી શકે છે. વરસાદમાં પણ આ ઓફિસમાં પાણી ટપકે છે. આ ઓફિસમાં ઘણા લોકો જોખમી થઈ ચૂક્યા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.