છેલ્લા ર૦ વર્ષના ઇતિહાસમાં લોકસભાના ચાલુ સત્રમાં સૌથી વધુ ૧ર૮ ટકા કાર્યક્ષમતાથી કાર્ય થયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત દેશની ૧૭મી લોકસભાના વર્તમાન સત્રની કાર્યક્ષમતા નવો ઇતિહાસ રચવા જઇ રહી છે. ચાલુ સંસદ કાર્યક્ષમતાની દ્રષ્ટિએ છેલ્લા ર૦ વર્ષના સંસદીય ઇતિહાસમાં સૌથી વધુ કાર્યક્ષમતા અને સત્ર સામાન્ય સમયગાળાથી વધુ દિવસો સુધી કામ કરનારું બની રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપની સસંદીય બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે સંસદનું વર્તમાન સત્ર નિશ્ચિત એજન્ડા સાથે પુરુ થાય તે માટે કેટલાંક વધારાના દિવસો કામ કરશે.
કેન્દ્ર સરકારે હાથ પર લીધેલા કેટલાક મહત્વના ખરડાઓ પૈકીના મોટાભાગના કાયદાનું રુપ લેવાની પ્રક્રિયાના આરે છે તો કેટલાક ખરડાઓ પર કામ કરવાનું હજુ બાકી છે. ત્યારે વતર્માન ચોમાસુ સત્રમાં શિયાળુ સત્ર શરુ થાય તે પહેલા વધારાનું સત્ર બોલાવવાની તૈયારી થઇ રહી છે.સંસદના વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું હતું કે ચાલુ સત્રને લંબાવવાની સંભાવના પ્રબળ છે. આ અંગે થોડા દિવસોમાં જ નિર્ણય લઇ લેવાશે અત્યારે સત્તરમી લોકસભાનું પ્રથમ સત્ર તેના નિધારિત કાર્યક્રમથી સવાયુ કામ કરનારું અને છેલ્લા વીર વરસમાં સૌથી વધુ કાર્યક્ષમ સત્ર બની રહ્યું છે. સંસદીય કાર્યક્ષમતાના આંકડાઓના પૃથ્થકરણમાં જણાવાયું છે કે ૧૬મી જુલાઇ સુધીમાં લોકસભાની કાર્યક્ષમતા અન. ઉત્પાદકા વીસ વર્ષમાં સૌથી વધુ ૧૨૮ ટકા રહેવા પામી છે. આ પૂર્વે ૨૦૧૬ નું બજેટ સત્ર ૧૨૫ ટકા કાર્યક્ષમતા ધરાવતું બન્યું હતું. જુલાઇ-૧૧ સુધીમાં લોકસભાની ઉત્પાદકતા (કામગીરી)ના ઉંચા પ્રમાણમાં ગૃહ ચર્ચા દરમિયાન રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવેલી બજેટ દરખાસ્તની ચર્ચા મધરાત સુધી ચાલી હતી.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના સચિવોને સસંદની સત્રની સૌથી લાંબી ચર્ચા વહેલી સવારે ૩ વાગ્યા સુધી ચાલી હતી. ગયા મંગળવારે પણ નિચલા ગ્રહની કાર્યવાહી મોડીરાત સુધી ચાલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વર્તમાન સત્રનું કામ અને અધુરા કામો પુરા કરવા માટે સંસદનું સત્ર થોડા દિવસો વધારી દેવાશે બીજા સત્ર આડે ચાર-પાંચ મહીનાને નિશ્ચિત સમયગાળો છે ત્યારે સરકાર પેન્ડીંગ પડેલા ચાવીરુપ મુસદ્દા અને મહત્વના ખરડાઓ બાકી ન રહે અને તમામ કામ થઇ જાય તેવું ઇચ્છે છે.
બાકી રહેલા કેટલાક ખરડાઓની બહાલી સરકાર માટે સૌથી અગત્યની બની રહી છે. ૧૬મી લોકસભાના વિસર્જન ને કારણે બાકી રહીગયેલો ચાવીરુપ મુસદાઓ પુરા કરવા માટે ૮ જેટલા ખરડાઓ પસાર કરવા માટે સરકાર સંસદના સત્રને વધારશે જેથી વર્તમાન સત્ર ર૦ વર્ષના ઇતિહાસમાં સૌથી વકુ કાર્યક્ષમ બની રહયું છે.