જોડિયા તાલુકા મા આંતર જિલ્લાઓ અને બહારના રાજ્ય માંથી મજૂરી કામકાજ કરવા માટે આવેલા શ્રમિકો ને હાલમાં વિશ્વભરમાં કોરોનાં વાઇરસ ની મહામારી ને ધ્યાનમાં રાખી ને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણયને ધ્યાને ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત ભરમાં શ્રમીકોને પોતાના વતનમાં મોકલવાની કામગીરી થઇ રહી છે. જેમાં જોડિયા તાલુકાના ગામોમાં પરપ્રાંતીય શ્રમીકોને પોતાના વતન મોકલવાની કામગીરી થઈ રહી છે.
જેમાં તા.5/5/20 ના 1 દિવસ માં જોડિયા તાલુકામાંથી ગુજરાત રાજ્યના દાહોદ અને છોટાઉદેપુર વતનમાં બાલંભા ના 7 બસો ના 210 શ્રમિકો, રસનાળ, જીરાગઢ, લીમૂદા એક-એક બસો માં 30 શ્રમિકો કુનડ ગામ ના 60 શ્રમિકો એમ મળીને કુલ ૩૬૦ શ્રમીકોને વતનમાં મોકલવામાં આવ્યા હતા. અને મધ્યપ્રદેશમાં ગયેલા શ્રમિકોમાં વાવડી, જોડીયા, હડિયાણા,રસનાળ,કોઠારીયા, ભાદરા ગામો ગામમાંથી 172 શ્રમીકોને વતનમાં મોકલવામાં આવ્યા હતા.
આ સમગ્ર કામગીરી ગ્રામ પંચાયતો ના સરપંચ અને મંત્રીશ્રી ઓ એ શ્રમિકોની બસ દીઢ સોશિયલ distance જળવાઈ રહે તે મુજબ યાદી તૈયાર કરી , શ્રમીકોને સમજૂતી કર્યા હતા,અને ગ્રામ પંચાયતો દ્વારા શ્રમીકોને માસ્ક, ફૂડ પેકેટો આપવામાં આવ્યા હતા. તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને મેડિકલ ટીમ અને ક્યુઆરટી ની ટીમો દ્વારા એક-એક શ્રમિકો નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત ની ટીમ દ્વારા ઓનલાઇન ડીજીટલ ગુજરાત વેબસાઈટમાંથી મંજૂરી મળી રહે તે માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.
મામલતદાર સાહેબ દ્વારા ગાઈડલાઈન મુજબ ની તાત્કાલિક પણે મંજૂરી આપવામાં હતી. અને જોડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ની આગેવાની હેઠળ પોલીસ દ્વારા આ કામગીરીમાં સોશિયલ distance નું પાલન થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં જોડિયા માંથી 780 જેટલા શ્રમિકોને 19 બસો માં પોતાના વતનમાં મોકલવામાં આવ્યા. આ સમગ્ર કામગીરી માં જોડીયા વહીવટીતંત્ર દ્વારા ટીમવર્ક થી કામગીરી કરવામાં આવી હતી