પરપ્રાંતીયોને વતન મોકલવાની કાર્યવાહી માટે પંદરેક દિવસ થશે
પરપ્રાંતીયોને વતન જવા સરકાર તમામ મદદ કરશે: અશ્વિનીકુમાર
રાજયમાં ધંધો રોજગાર મેળવવા પરપ્રાંતીય શ્રમિકોને ધીરજ રાખવા રાજય સરકારે અપીલ કરી છે. સરકારે જણાવ્યું છે કે પરપ્રાંતીયોને પોતાના વતન જવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીના સચીવ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતુ તેમણે વધુમાં જણાવ્યું કે રાજયમાંથી ૩.૨૫ લાખ પરપ્રાંતીયોને તેમના વતન મોકલવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજયના વિકાસમાં પરપ્રાંતીયોનો મહત્વનો ફાળો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે મોટી સંખ્યામાં પરપ્રાંતીયો વતનમાં જવા આતુર છે. પણ એક બે ચાર દિવસમાં આ કામગીરી થઈ શકે ની સરકાર ક્રમશ: વ્યવસ્થા કરી રહી છે.રાજયમાં કામ કરતા પરપ્રાંતીયોને વતન ઉતર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા સહિતના રાજયોમાં મોકલવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. ૩૫ ટ્રેનો દ્વારા ૪૨ હજાર શ્રમિકોને આગામી સમયમાં તેમના વતન મોકલવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે રાજયના અલગ અલગ વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતીયોને પોતાના વતનમાં જવા માટે નજીકના સ્થળેથી જ ટ્રેન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવીરહી છે.ટ્રેન ઉપરાંત આગામી સમયમાં અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવશે.પરપ્રાંતીયોએ તેમના વતન જવા માટે કલેકટર કચેરીએ ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે એ માટે કલેકટર કચેરીએ જવાની જરૂર નથી.
નોંધણી કરાયા બાદ જે તે વિસ્તારમાંથી જ તે રાજયમાં જનારા પરપ્રાંતીયોની સંખ્યા મુજબ ટ્રેનની વ્યવસ્થા કરાશે.
તાજેતરમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સાના લોકોને ગોધરા, ભડીયાદ,પાલનપૂર, રાજકોટ, સુરતથી તેમના પરપ્રાંતીયોના વતન મોકલાયા છે. આગામી સમયમાં પણ વધારાની ટ્રેન વ્યવસ્થા કરી રવાના કરાશે.આગામી સમયમાં રાજયમાંથી ૩૫ ટ્રેનો મારફત ૪૫ હજાર પરપ્રાંતીયોને તેમના વતન મોકલાશે.ગોધરાથી ઉત્તર પ્રદેશ ૧૨૦૦, નડીયાદથી ઉત્તર પ્રદેશ ૧૧૩૪, પાલનપૂરથી ઉત્તર પ્રદેશ ૧૨૩૫, રાજકોટથી ઉત્તર પ્રદેશ ૧૨૯૬ ચાર ટ્રેનો દ્વારા મોકલાયા છે. સુરતથી ૧૨૧૩૫ શ્રમિકોને ઓરિસ્સા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને બિહાર મોકલવામા આવ્યા છે.
વડોદરાથી પણ બે ટ્રેનો દ્વારા ૧૨૫૩ વ્યકિતઓને ઉત્તર પ્રદેશ મોકલાયા છે. આગામી સમયમાં વધુ ૩૫ ટ્રેનો દ્વારા ૪૨ હજાર લોકોને બિહારલ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા મોકલાશે.
શ્રમિકોએ વતન જવા માટે ઓનલાઈન અરજી કર્યા બાદ મંજૂરી માટેનો પાસ તથા આરોગ્ય ચકાસણી કરાવ્યા બાદ આરોગ્ય અંગેનું કાર્ડ આપવામા આવશે જે તેમણે મુસાફરી દરમિયાન તથા વતનના ગામ સુધી સાથે રાખવું રહેશે.
શ્રમિક વતન પહોચ્યાબાદ ૧૪ દિવસ હોમ કવોરન્ટાઈન રહેશે અને ૩૦ દિવસ સુધી વતનમાં જ રહેશે દોઢ માસ વિતાવ્યાબાદ જ ગુજરાત પરત ફરી શકશે.
અશ્ર્વીનીકુમારે જણાવ્યું હતુ કે પરપ્રાંતીયોના સ્થળાંતર માટેની કામગીરીમાં ૧૦ થી ૧૫ દિવસનો સમય લાગશે એટલે સૌએ ધીરજ રાખવાની છે. સરકાર તબકકાવાર વ્યવસ્થા કરી રહી છે.
સુરતથી વતન સૌરાષ્ટ્રમાં જવા તબકકાવાર મંજુરી અપાશે
સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે વતન જવા માટે એક ખાસ કમીટીની રચના કરાઇ છે. સુરતથી અંદાજે સવા લાખ શ્રમિકોને વતન મોકલવા માટે કાર્યવાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્રવાસીઓને વતન જવા માટે પાસની વ્યવસ્થા વહીવટી તંત્ર તરફથી કરવામાં આવશે અને તબકકાવાર વતનમાં જવા મંજુરી અપાશે.
વીજળીના ફયુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૬ પૈસાનો ઘટાડો
કોરોનાથી મહામારી વચ્ચે અમલમાં આવેલ લોકડાઉનમાં સામાન્ય નાગરીકોને કોઇ હાલાકી ન પડે તેઓને સરળતા રહે તે માટે રાજય સરકારે પોતાના હસ્તકની વિજ કંપનીઓના ૧.૩૦ કરોડથી વધુ ગ્રાહકો માટે મહત્વનું જાહેરાત કરી છે.
જેમાં ગ્રાહકો પાસેથી વસુલવામાં આવતા ફયુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી એપ્રિલ-૨૦૨૦ થી જૂન-૨૦૨૦ ના ત્રીમાસીક ગાળામાં ફયુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ ૧.૯૦ રૂપિયા વસુલવામાં આવશે. તેવી ઉજા મંત્રી સૌરભ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.