સૌરાષ્ટ્રમાં ઉઘોગપતિઓ પોતાના વર્કરોને પરિવાર સમજી લે છે કાળજી
૧લી મે એટલે કે વિશ્ર્વ વર્કર ડે વિશ્ર્વભરના શ્રમિકોના માનમાં આ દિવસ મનાવવામાં આવે છે. તેમના અચીવમેનટસ તથા અનુભવ ને આજે સન્માન આપવામાં આવે છે.
કોઇપણ માલિકની મોટામાં મોટી મૂડીએ તેમના કામદારો હોય છે. વર્કસની મહેનત પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક વર્તન જ માલિકને આગળ વધવામાં મદદ કરે છે.
‘અબતક મીડીયા’દ્વારા આજે રાજકોટના સુવર્ણ ના ટ્રેડ સેન્ટર ગણાતા સોનીબજારની મુલાકાત લેવામાં આવે જયાં દુર દુર થી આવતા કારીગરો જે સવારથી રાત સુધી પુરતી નિષ્ઠાથી કાર્ય કરે છે. તેમની સાથે વાતચીત દ્વારા જાણવા મળ્યું કે તે લોકોને આજે આ દિન ની જાણ ન હતી તથા તેમના કામ વિશેના અનુભવ પરથી જાણવા મળ્યું કે તેઓ પોતાના કામને ઘણા પ્લાનીંગ સાથે નાની નાની બાબતોને ઘ્યાનમાં રાખી કાર્ય કરતા હોય છે. અને તેમના એકબીજા સાથેના વ્યવહાર પણ ખુબ જ સરળ તથા સ્પષ્ટ હોવાને કારણે ટ્રાન્સયરન્સી સાથે કામની મોજ માણતા તેઓ કામ કરતાં હોય છે.
ર૦ થી ૩૦ કામદારો ના ગ્રુપ પાસે કામ લેતા નીતીનભાઇ પારેખ જણાવે છે કે આટલા બધા લોકો પાસે કામ કઢાવવું એટલા માટે સરળ બને છે કારણ કે સૌરાષ્ટ્ર રાજકોટમાં પરિવાર સમજીને કોઇપણ સેકટરમાં કાર્ય કરતા હોય છે. જેથી પરિવારની લાગણી દરેક વર્કર સાથે હોવાને લીધે બધા હળી મળીને કામ કરે છે.
વર્કસના મહત્વ વિશે જણાવતા કહ્યું કે વર્કર વગર કોઇપણ શેઠ અથવા માલીક અધુરા છે જો વર્કસ ન હોય તો બીઝનેસ જ ન થઇ શકે તથા આજે ૧લી મે બધા જ વર્કસને વિશ્ર્વ વર્કર ડેની શુભેચ્છા પાઠવી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com