કોન્ટ્રાકટર વિરૂધ્ધ બેદરકારીનો નોંધાતો ગુનો
બાઈક લઈને જતી વેળાએ રોડ પર પડેલા માટીના ઢગલા સાથે અથડાતા સર્જાયો જીવલેણ અકસ્માત
કોડીનાર તાલુકા ના માલગામ નજીક ઝાઈકા હોટેલ બાજુ માં તા.26/4 નાં રોજ સર્જાયેલા અકસ્માત માં બાજુ માં આવેલ સોનપરહ ગામ ના યુવાન નું સારવાર દરમ્યાન અવસાન થતાં આ શ્રમજીવી પરિવાર માં ભારે આક્રંદ છવાયો છે.
આ કરુણ ઘટના ની વિગત એવી છે કે ગીર ગઢડા તાલુકા ના સોનપરા ગામ ના મનસુખભાઇ જહદવભાઈ સોલંકી ઉંમર 28 વર્ષ દીવ ની હોટલ માં નોકરી કરી તેમના પરિવાર નું ગુજરાન ચલાવે હતા.તેમના પરિવાર માં પત્ની સંગીતાબેન ..બે પુત્રી યશ અને નિશાંત અને વૃદ્ધ માતા નો સમાવેશ થાય છે.આં પાંચ વ્યક્તિઓ ના પરિવાર નું ગુજરાન ચલાવનાર એકલા મનસુખભાઇ હતા. જેમનું નેશનલ હાઇવે ઓથોરિટી ની સરેઆમ લાપરવાહી ના કારણે અકસ્માત સર્જાતા ગંભીર ઇજા પહોંચી હતી. મનસુખભાઇ ને સારવાર આર્થે પ્રથમ કોડીનાર બાદ જૂનાગઢ ખસેડેલ જ્યાં તા.27 /4 નાં બપોર નાં બે વાગ્યે સારવાર દરમ્યાન મોત થતાં આ પરિવાર માં ભારે આક્રંદ છવાયો છે .
આ અકસ્માત આ કામ ના કોન્ટ્રાકટર ની ભારે લાપરવાહી ના કારણેજ બન્યો હોવા નાં ગંભીર આક્ષેપ સાથે કોડીનાર પોલીસ સ્ટેશન માં નેશનલ હાઇવે નાં જવાબદાર અધિકારી ઓ વિરૂદ્ધ ફરિયાદ કરવા માં આવી છે.
હકીકત એમ છે કે કોડીનાર થી માલગામ નજીક ઝાઇકા હોટલ પાસે આ કામ ના કોન્ટ્રાકટર દ્વારા રોડ વચ્ચે માટી નો મોટો ઢગલો કારણ વગર રાખવા માં આવ્યો હતો .આ ઢગલા ની બાજુ માંજ ડ્રાઈવરજન પણ છે.
આ સ્થળે કોઈ બોર્ડ ..સૂચના …કે દિશા સૂચક નિશાન મૂકવા માં આવ્યું ન હતું.તા.26/4 નાં રાત્રી નાં આઠ થી સાડા આઠ વચ્ચે મનસુખભાઇ સોલંકી તેમના ગામ ના જ આકાશ પ્રેમજીભાઈ વાઢેર સાથે પોતાની મોટર સાયકલ માં ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે સામે થી વાહન આવતા આખો અંજાઈ જવાથી આ મોટર સાઇકલ અહી પડેલા માટી ના ઢગલા માં અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મનસુખભાઇ ને ગંભીર ઇજા પહોંચી હતી.
જેમને કોડીનાર બાદ જૂનાગઢ સારવાર અર્થે ખસેડવમાં આવેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું આકાશ ને પણ ઇજા પહોંચી હતી.પણ તેમનો બચાવ થયો હતો આમ નેશનલ હાઇવે ની સરેઆમ લાપરવાહી થી એક આશાસ્પદ યુવાન નું અકાળે અવસાન થતાં આ પરિવાર પામર બની ગયો છે .આ સમાચાર થી સોનપરા ગામ માં પણ શોક છવાયો છે