શહેરના મઘ્ય આવેલી સિવીલ હોસ્પિટલ ચોકમાં નવા નિર્માણ પામનાર ઓવર બ્રીજના કામથી વકીલોને પડતી હાલાકી નિવારવા વકીલ મંડળ દ્વારા મહાપાલિકાને રજુઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે. વધુ વિગત મુજબ સિવીલ હોસ્પિટલ ખાતે નવા બનતા ઓવર બ્રીજના નિર્માણ પામતા લાંબા સમયથી જામનગર રોડ અને જવાહર રોડ બંધ છે. ત્યારે કેસરી હિન્દ તરફથી હોસ્પિટલ ચોક તરફ આવતો રસ્તો આજથી બંધ કરાતા વકીલોને હાલાકી પડે છે.
આગામી ર4 કલાકમાં વૈકલ્પિક વ્યવસ્થા નહી કરાય તો કામ બંધ કરાવવાની ચીમકી
ત્રણેય બાજુથી અવર જવર બંધ થતા વકીલો અને અસીલોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ, બાર એસોસીએશનના પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી જીજ્ઞેશ જોશી સહીત વકીલો દ્વારા તંત્રને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. જો ર4 કલાકમાં અન્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય અટકાવી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ મામલે સ્ટેનડીગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલે યોગ્ય કરવાની ખાત્રી આપી છે.
સિવિલ હોસ્પિટલ ચોકથી કેસર-એ-હિન્દ પુલ સુધી વાહનોની અવર જવર બંધ
હાલમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ ફલાય ઓવરબ્રિજ બનાવવાની કામગિરી ચાલુ હોવાથી સિવિલ હોસ્પિટલ ચોક થી કેસર-એ-હિન્દ બ્રિજ સુધીનો રસ્તો આજથી મંગળવાર (તા.06 જુલાઈ) વાહનોની અવર જવર બંધ થવા જઇ રહ્યો છે.
આ માટે કેસરએ હિંદ બ્રિજ તથા પારેવડી ચોક ત2ફથી સિવિલ – હોસ્પિટલ તરફ આવતા વાહનો (ફકત ટુ વ્હીલર, થ્રી વ્હીલર)ને અમદાવાદ શેડ 52 બેડીનાકા, લોહાણાપરા મેઇન રોડ થઇ મોચીબજાર ચોક થઇ સિવિલ હોસ્પિટલ ચોક થઇને ચૌધરી હાઇસ્કુલ તરફના રોડ તરફ જઇ શકશે તથા મોચીબજાર ચોકથી ખટારા સ્ટેન્ડ ચોક થઇ રેલ્વે સ્ટેશન મેઇન રોડ થઇને જામટાવર ચોક થઇ કલેકટ2 કચેરી થઇને જયુબીલી બાગ તરફ અવર જવર કરી શકાશે જે જાહેર જનતાએ નોંધ લેવી.