શબ્દો સાદા ને અઘરો આ પ્રેમ,
સાચવી રાખ્યો છે એને દિલમાં કેમ?
કર્યો અમે, પણ છે તમારો આ પ્રેમ,
તમારી મરજી ચાલી, અમારી ના કેમ?
કેટલા બંધનમાં બાંધે આ પ્રેમ,
ના છૂટી શકતો હું એનાથી કેમ?
લાગણીઓનો લાજવાબ આ પ્રેમ,
નથી ગળ્યો, પણ ભાવે આ કેમ?
તકદીર પણ તોડે એવો આ પ્રેમ,
છતાં નમાલો કહેવાય એવું કેમ?
દિલ સુધી જોઈ આવતો આ પ્રેમ,
છતાં પણ આંધળો કહેવાતો કેમ?
શબ્દો સાદા ને અઘરો આ પ્રેમ,
સાચવી રાખ્યો છે એને દિલમાં કેમ?
– આર. કે. ચોટલીયા