‘ગુરૂ સાથે એક કાર્યકર અને એક કર્મચારી તરીકેની અમારી નિકટતા મને પિતા-પુત્રના સંબંધનો અનુભવ કરાવતા. કર્મચારી કરતા પુત્રનો દરજ્જો અમને હંમેશા હુંફ આપતો રહ્યો’ જેવા ભાવવાહી શબ્દો બોલતા મહેશભાઇ ચૌહાણ ગદગદીત થઇ ઉઠ્યા હતા.
પિતાતુલ્ય ગુ‚ને શબ્દાંજલી આપવા માટેના શબ્દો હજુ સર્જાયા જ નથી એવુ કહીને મહેશભાઇ ખૂબજ ભાવુક થયા હતા. આમ છતાં થોડી સ્વસ્થતા કેળવીને તેમણે એમની વાત આગળ વધારતા કહ્યું કે હું કુંડલીયા કોલેજમાં ભણ્યો, લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ભણ્યો ત્યારથી જ મારી કારકિર્દી ઘડતરમાં ગુ‚નો ફાળો અનન્ય રહ્યો છે. કુંડલીયા કોલેજમાં મારી જેવા ઘણાને તેમણે વ્યક્તિગત ગ્રાન્ટ ફાળવી હતી. પર્યટન-પ્રવાસને કારણે વિદ્યાર્થીઓની સમાજ પ્રત્યેની જોવાની દ્રષ્ટિમાં સકારાત્મક પરિવર્તન આવે છે તેવુ સમજતા ગુરૂએ ઘણીવખત ટ્રસ્ટ દ્વારા પ્રવાસ-પર્યટનોનું આયોજન કર્યુ હતું.
એક ખાસ પ્રસંગને યાદ કરતા મહેશભાઇએ જણાવ્યું કે, રાજકોટ શહેરમાં સૌપ્રથમ વખત મોરારીબાપુની કથાનું આયોજન ગુરૂજીએ કરાવ્યું ત્યારે વિદ્યાર્થી કાર્યકર તરીકે એમની રામકથાની પોથી ગાદીની સ્ટેજ વ્યવસ્થા અમારા સૌભાગયે કરવાનું આવ્યું. આ રીતે ધાર્મિક તેમજ અઘ્યાત્મીક કાર્યક્રમોના આયોજનોમાં તેઓ મહતમ વિદ્યાર્થીઓને તક આપતા. જેના કારણે મેનેજમેન્ટના પાઠ શિખવા મળતા. આગળ જતા એ જીવનમાં તેનો ફાયદો થતો રહ્યો છે.
અબતક મીડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે સંકળાયેલા એક પ્રસંગનો હું સાક્ષી રહ્યો છું. કેમકે એ પ્રસંગ હતો સતિષભાઇના લગ્નનો. હું અને સતિષભાઇ ઘણીવખત ગુ‚ને મળવા અને તેમની જ્ઞાનવાણીનો રસાસ્વાદ ચાખવા સાથે જતા. સતિષભાઇના લગ્નની કંકોત્રી આપવા હું અને સ્વયં સતિષભાઇ રૂબરૂ ગુરૂ પાસે ગયા હતા. સતિષભાઇને આ પ્રસંગે ગુ‚જી સાથે થયેલો વાર્તાલાપ અવશ્ય યાદ હશે. એ સમયે ચોમાસાની ઋતુ ન હતી છતાં ગુ‚જીએ કહ્યું હતુ કે તમે ખુલ્લામાં લગ્નનું રિસેપ્શન રાખ્યું છે પણ સાથોસાથ એક હોલની પણ વ્યવસ્થા કરી રાખજો. જો અચાનક વરસાદ આવશે તો તમે હેરાન થશો. લગ્નના દસ દિવસ પૂર્વે કરેલી તેમની આ ભવિષ્યવાણી લગ્નના દિવસે ખરેખર સાચી પડી અને લગ્નના દિવસે જ આકાશમાં અચાનક વાદળો ચડી આવ્યા અને વરસાદ ખાબક્યો. ગુરૂજીની અગમવાણીથી અમો સહુ અચંબિત થયા હતા પણ એ દિવસથી અમોએ તેમના અઘ્યાત્મીક વ્યક્તિત્વના પૂર્ણ કક્ષાના દિવાના બની ગયા.
દર શનિવારે તેઓ ન્યાલભગતના આશ્રમે જઇને અચૂક પ્રાર્થના સભામાં બેસતા. જ્યાં તેઓ અમારા જેવા અગણ્ય કાર્યકરો અને વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના કરતા જે ખરેખર ફળીભૂત પણ થતી. કેમકે તેઓ એટલા નેક દિલના ઇન્સાન હતા કે તેમની કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી ન હતી. આવા પિતાતુલ્ય ગુ‚જીની ૨૫મી પૂણ્યતિથીએ ભાવભરી શબ્દાંજલી અર્પતા મહેશભાઇ ભાવુક થયા હતા.