સાંસદથી લઈ કેબીનેટ મંત્રી સુધીનાને રજૂઆત છતાં કોઈ પગલા નહિ
માણાવદર ના નાકરા ગામે રોડ તથા ગટર વ્યવસ્થાના કામો થયા પછી થોડા જ મહિનાઓમાં તેની હાલત જર્જરિત ચાદર જેવી થઈ ગઇ છે. આ બાબતે એક વર્ષ થી ગ્રામજનો તપાસ માગી રહ્યા છે પણ પણ જિલ્લા વિકાસ અધિકારી તરફથી કોઇ જ પ્રતિભાવ મળતો નથી
ગામ ના આગેવાન દિવ્યેશ પાનસેરીયા આ બાબતે મુખ્યમંત્રી રૂપાણી ,જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ ,તેમજ સાંસદ રમેશભાઇ ધડુક, કેબિનેટ મંત્રી તથા કલેકટર ને રજૂઆતો કરી હોવા છતાં આખું તંત્ર જાણે કે આ કામમાં ભાગીદાર કેમ ન હોય ? તેમ ચૂપ થઇ ને બેઠું છે થોડા દિવસ પહેલાં દિવ્યેશ પાનસેરીયા એ ઑનલાઇન અરજી કરી છે છતાં પણ પરિણામ આવ્યું નથી હવે ગામલોકો આંદોલન કરવા મકકમ બન્યું છે છેલ્લા એક વર્ષ થી ગામલોકો તપાસ માગી રહ્યા છે છતાં અધિકારીઓ કામ જોવા માટેય આવતા નથી ગામમાં રોષ ભભુકી રહયો છે.
રોડના કામમાં ગેરરીતિ ને કારણે રસ્તા તૂટી ગયા છે.ગટરના કામમાં હલકી પાઇપલાઇન ફીટ કરેલી છે.જેથી ગટર લાઇન બંધ થઇ ગયેલી છે.ગટરનું ખરાબ પાણી બહાર આવી રહયું હોવાથી રોગચાળો વકરે તેમ છે.
સ્થળ તપાસ સમયે અરજદાર તથા ગામલોકો ને સાથે રાખવા અરજી માં જણાવ્યું છે. લોકો માં ચર્ચાય છે કે એક રાજકારણી ના ઇશારે તપાસ થતી નથી લોકો નો દુશ્મન આવો રાજકારણી કોણ હોઇ શકે ?
નાકરા ગામના આ વિકાસને નામે થયેલા ભ્રષ્ટકામોની તપાસ જો રોકવામાં આવશે તો નાકરા ગામના લોકો જોરદાર આંદોલન કરવા અને જરૂર પડ્યે કલેકટર કચેરી સામે ઉપવાસ ઉપર બેસવાનું મન મનાવી બેઠા છે. એક વર્ષ થી તપાસ કેમ અટકાવાઇ છે ? તે પ્રશ્ર્ન જ આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાય છે.માણાવદર તાલુકા ના તમામ રસ્તાઓના કામોની આવી જ દશા થઇ રહી છે.સરકાર બહુમતિ ના જોરે લોકો નો અવાજ દબાવી રહી છે કે શું? એવા પ્રશ્નો ગામમાંથી સતત ઊઠી રહયા છે.