દુનિયામાં કીડીની વસતી 20 કવાડ્રિલ્લીન.. એટલે કે એક વ્યક્તિ દીઠ 25 લાખ કીડી વસે છે આ પૃથ્વી પર…..
ઝીણી એવી કીડી ની શી વિસાત…? કીડીને કોઈએ ત્રાજવે તો તોળી છે? કીડી નું વજન કર્યું ન હોય પણ કીડી નું વજન જેવું તેવું તો નથીજ.. વિશ્વમાં થોડાક સમયમાં મનુષ્યની વસ્તી8 ,બિલિયન એટલેકે અબજોનો આંક વટાવી દેશે. ત્યારે વ્યક્તિદીઠ એક માણસ દીઠ પૃથ્વી પર 25 લાખ કીડી વસી રહી છે.. કીડીની વસ્તી નો અંદાજ લગાવવામાં આવ્યો છે દુનિયામાં 20 કેડ્રીન એટલે 2 પાછળ 16 0 લગાવવા પડે… અને આ કીડીઓનું વજન એક બાજુ અને બીજી તરફ સમગ્ર પૃથ્વીના પશુ પક્ષી પ્રાણીઓ અને તમામ જીવ સૃષ્ટિનું વજન થાય.. એટલું માત્ર કીડીઓનું વજન ગણવામાં આવે છે
1 સેમી થી 3સેમી ની લંબાઈ ધરાવતી 12000 થી વધુ પ્રજાતિઓ પૃથ્વી પર હયાત છે… કીડી જૈવિક કડીની મહત્વ પૂર્ણ પરિબળ ગણવામાં આવે છે. તાજેતરમાં નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિતથયેલા એક અહેવાલમાં સજીવ સૃષ્ટિનું ખૂબ જ મહત્વ છે. આ કીડી તેના જીવન અને ખોરાક થી જેવીક કડીનું સંતુલન જાળવવામાં મહત્વનું કામ કરે છે આટલાટીકા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ સિવાય લગભગ સમગ્ર દુનિયામાં કીડીનું અસ્તિત્વ છે અને આ અસ્તિત્વ એટલું બધું છે કે એક તરફ વિશ્વની તમામ સજીવ સૃષ્ટિ( માનવ સિવાય) ને એક ત્રાજવામાં મૂકો અને બીજા રાજવામાં કીડીઓનું વજન મૂકો તો કીડીઓનું વજન વધી જશે.. માનવીના વજન કરતાં કીડીઓનો સમૂહ નું વજન 20 ટકાથી વધુ થાય એમ છે 489 જેટલા અભ્યાસમાં હજારો વૈજ્ઞાનિકોએ કીડીઓ પર સંશોધન કર્યું હતું “ફૂંક” મારોને ઉડી જાય એવી સમૂહમાં હોય તો આખા પૃથ્વીના તમામ જીવો કરતા વધુ વજન ધરાવે છે.. કીડી સૌથી વધુ મનુષ્ય માટે ઉપયોગી છે જૈવિક સંતુલન અને ખાસ કરીને જીવાસમીઓના નિકાલ અને પ્રકૃતિનું સંતુલન રાખવા માટે કીડીબાઈ મોટું કામ કરે છે, કીડીને ફૂંક મારીને ઉડાડતા પહેલા એટલું વિચારી લેજો કે જો આ કીડીઓ નો સમૂહ એક બાજુ ભેગો થઈ જાય તો કીડીઓનું ત્રાજવું તમામ જીવોના ત્રાજવા ને અધર ઉપાડી લે