થોડી ક્ષણો દેખાતા અદભૂત દર્શનનો હજારો ભકતોએ લીધો લાભ
માધવપુર ઘેડ ખાતે અષાઢી બીજના દિવસે સાંજે દ્વારકા તરફના આકાશમાં વાછળોના મંદિરના શિખરના દર્શન થયા હજારો લોકોએ આ દ્રશ્ય નિહાળ્યું હતું.
એક લોકવાયકા એવી છે કે અષાઢી બીજના દિવસે માધવની ભૂમિ માધવપુરના રત્ન સાગર કિનારે સુર્યાસ્ત સમયે વાયવ્ય દિશામાં થોડી ક્ષણો માટે સોનાની દ્વારિકાના સોનાના મંદિરના શિખરની ઝાંખી (દર્શન) થાય છે. આ અલૌકિક દ્રશ્ય હજારો લોકો નિહાળવા ઉમટતા હતા.
ભગવાન શ્રી કૃષ્ણની કેટલી સમૃઘ્ધ હતી લોકો પણ કેટલા સમૃઘ્ધ અને સુખા હતા તેનું વર્ણન શ્રીમદ્દ ભાગવત ગીતા સહિતના ગ્રંથોના દર્શાવવામાં આવ્યું છે. આજથી પ૦ વર્ષ પહેલા અષાઢી બીજના દિવસે સાંજના સમયે આકાશમાં દેખાતા સોનાની દ્વારકાના મંદિરના શિખરના દર્શન કરવા માટે હજારો લોકો ઉમટી પડયા હતા. આ વર્ષે પણ હજારો લોકોએ આકાશમાં સોનાની દ્વારકાના મંદિરના શિખરના દર્શન કર્યા હતા. વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન કરીને સીધા સમુદ્રમાં પ્રવેશી ગયા હતા ત્યારે કહેવાય છે કે દ્રારકામાં ૩૬ કરોડ વ્યકિતઓ વસતા હતા પૂર્વજો કહેતા કે દ્વારકાથી લઇ મુળ દ્વારકા સુધી સમુદ્રમાં દ્વારકાધીશ વસ્યા છે. અષાઢી બીજના દિવસે માધવપુર કોળી સમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભા કરગરીયા માધવરાયજી મંદિરના ટ્રસ્ટી જનકભાઇ પુરોહિત, સરપંચ રામભાઇ કરગરીયા સહીતના ભકતોએ આકાશમાં દ્વારકાધીશ મંદિરના શિખરના દર્શન કર્યા હતા.