ગેસફોર્ડ કલબના સહયોગથી યોજાશે સ્પર્ધા: ૩૫૦ ખેલાડીઓ ભાગ લેશે
વન્ડર ચેસ કલબ તથા નચિકેતા સ્કૂલ દ્વારા ગેસફોર્ડ કલબના સહયોગથી ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૫૦ જેટલા ખેલાડીઓ ભાગ લેશે. વિજેતાઓને ઈનામ અપાશે. વિશ્ર્વમાં બુદ્ધિમાની શ્રેષ્ઠ રમતોમાં જે રમતનું અદકેરું સ્થાન છે તે ચેસ રમત છે. તા.૨૩/૨૪ જુન ૨૦૧૮ના રોજ નચિકેતા સ્કૂલ, જીવરાજ પાર્ક રાજકોટ ખાતે એકી સાથે યુ-૯, યુ-૧૩, યુ-૧૭ તથા ઓપન કેટેગરી એમ ૪ પ્રકારની ચેસ ટુર્નામેન્ટ જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટમાં ઓપન કેટેગરીમાં ભાગ લેનારે તારીખ ૨૩/૦૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે રીપોર્ટ કરવાનો રહેશે તથા પ્રથમ રાઉન્ડ શાર્પ ૨:૦૦ કલાકે શરૂ કરવામાં આવશે. કુલ સાત રાઉન્ડ રહેશે. બાળકોમાં તા.૨૪/૦૬ ના રોજ ૮:૦૦ કલાકે રિપોર્ટ કરવાનો રહેશે તથા પ્રથમ રાઉન્ડ શાર્પ ૯:૩૦ કલાકે શરૂ કરવામાં આવશે. કુલ પાંચ રાઉન્ડ રહેશે. ભાગ લેનાર દરેક ખેલાડીને ૨૩ના રોજ ડિનર તથા ૨૪ના રોજ સવારે ચા-નાસ્તો તથા બપોરે લંચની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
ભાગ લેનાર દરેક ખેલાડીએ પોતાનો ચેસ સેટ અને ચેસ કલોક સાથે લાવવાની રહેશે. આ ટુર્નામેન્ટ સ્વિસલીગ પઘ્ધતિથી રમાડવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી વન્ડર ચેસ કલબ, ૨૧૩, ડેકોરા સ્કવેર, આઈસીઆઈસીઆઈ બેંક, સાધુ વાસવાણી મેઈન રોડ, રાજકોટ તથા ગેસફોર્ડ ચેસ કલબ, કિરીટ પાન, યાજ્ઞિક રોડ, રાજકોટ, પી.પ્રભુદાસ ચેસ કલબ, કરણપરા-૧૦, કેશરિયાવાડી સામે રાજકોટ અને નચિકેતા સ્કૂલ, જીવરાજ પાર્ક, નાનામવા મેઈન રોડ, રાજકોટ ખાતે ૨૧મી સુધી સ્વીકારવામાં આવશે તેવું અબતકની મુલાકાતે આવેલા ગૌરવ ત્રિવેદી, કિશોરસિંહ જેઠવા, અભય કામદાર, જય ડોડીયાએ જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com