બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો

વન્ડર ચેસ કલબ અને ગેસફોર્ડ ચેસ કલબના સંયુકત ઉપક્રમે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતુ જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ૩૫૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બાળકો, યુવાનો અને સીનીયર સીટીઝનો સહિત નાના મોટા સર્વેએ ભાગલીધો હતો. રાજકોટમાં પ્રથમ વખત સીનીયર સીટીઝન માટે ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી પ્રથમ ચાર સીનીયર સીટીઝન નેશનલ લેવલે ચેસ રમવા જવાનો મોકો પ્રાપ્ત કરશે વિજેતાઓને રૂા.૩૬૦૦૦નો રોકડ પુરસ્કાર અપાયો છે

wonder-chess-club-organized-successfully-rapid-chess-tournament
wonder-chess-club-organized-successfully-rapid-chess-tournament

વિજેતાઓને લાખેણા ઈનામોથી નવાજયા: કિશોરસિંહ જેઠવા

wonder-chess-club-organized-successfully-rapid-chess-tournament
wonder-chess-club-organized-successfully-rapid-chess-tournament

વન્ડર ચેસ કલબ આયોજીત ઓપન રેપીટ ચેસ ટુર્નામેન્ટ ગુજરતા કનવીનર કિશોરસિંહ જેઠવા અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાત સ્ટેટ એસોસીએટ અને ગેસપોર્ટ ચેસ કલબનાં સહયોગથી પ્રથમવાર રાજકોટમાં નિલસીટી કલબ ખાતે સીનીયર સીટીજનની ટુર્નામેન્ટ કરવામાં આવી છે. જેમાં ૬ રાઉન્ડ રાખવામાં આવ્યા છે. અને ગુજરાત ચેસ એસોનું સિલેકશન પણ આમા કરવામાં આવ્યું છે. અજયભાઈ તથા ભાવેશભાઈ પટેલે પણ સહયોગ આપ્યો છે. ટુર્નામેન્ટમાં કુલ ૫૬ જેટલા પાટીસીપેન્ટ, ઓપનમાં બ્લીસની ટુર્નામેન્ટમાં ૪૦ જેટલા બાળકો અન્ડર ૧૦ અને ૬૦ આમ કુલ પાંચ પ્રકારની ટુર્નામેન્ટ રાખેલ છે. આમાં અને ૪૬૦૦૦ના કુલ પ્રાઈસમની રાખેલ છે. જેમાં ૩૬૦૦૦ કેસ પ્રાઈઝ આપવામાં આવશે. ૧ થી ૧૦ને સિલ્ડ પણ આપવામાં આવશે. સર્ટીફીકેટ પણ આપવામા આવશે.

ચેસના બાળકોને સારૂ પ્લેટફોર્મ આપવા ટુર્નામેન્ટ યોજી: ગૌરવ ત્રિવેદી

wonder-chess-club-organized-successfully-rapid-chess-tournament
wonder-chess-club-organized-successfully-rapid-chess-tournament

અબતકની મુલાકાતે ગૌરવ ત્રિવેદી કહ્યું કે, બાળકોને તથા સારા સારા ચેસ પ્લેયરને સારૂ પ્લેટ ફોર્મક મળે અને ચેસને ઈન્ટરનેશનલ લેવલે રિપ્રેઝન્ટ કરે એવું હબ બનાવવા માંગી છીએ પ્લેયરની સંખ્યા જોય એવું લાગે છે કે મારૂ સ્વપ્ન સાકાર થતુ હોય મારો મુખ્ય ધ્યેય એ છે કે રાજકોટમાં અત્યારે ઓપન કેટેગરીમાં ૧૧૦ કરતા પણ વધારે પ્લેયર્સ ભાગ લીધો છે. અને કાલે ૧૧૦ જેટલા પ્લેયર્સ આવવાનાં છે. ૨૫૦ જેટલા ઓપન કેટેગરીમાં અને બાકીનાં ૫૮ પ્લેયર્સ સીનીયરનાં થઈ ત્રણસોથી સવા ત્રણ સો પ્લેયર્સ ભાગ લેવાના છે. ટુર્નામેન્ટ સરી બનાવવા માટે અમદાવાદથી ગુજરાત સ્ટેટ એસો.ના પ્રતિનિધિ આઈજી પરમાર જે છેલ્લા ૪૫ વર્ષથી આ ફિર્લ્ડમાં છે મયુર પટેલ જે સારા લેખક છે અહી ઉપસ્થિત રહ્યા છે. વર્ન્ડર કલબના સ્પોન્સર્સને પણ શુભકામના પાઠવી હતી.

પ્રથમ વખત સિનિયર સિટીજનો માટે ચેસ ટુર્નામેન્ટ યોજાઈ: મયુર પટેલ

wonder-chess-club-organized-successfully-rapid-chess-tournament
wonder-chess-club-organized-successfully-rapid-chess-tournament

વન્ડર ચેસ કલબ આયોજીત ચેસની સ્પર્ધામાં અબતક સાથે વાત કરતા સૌ. એસો.ના વા. પ્રેસી. મયુર પટેલે કહ્યુંં કે રાજકોટ રીસોર્ટમાં આયોજન કર્યુ છે. એ ખૂબજ સરસ છે. અને પ્રથમ વખત જે આપણા સીનીયર સીટીઝન ટુર્નામેન્ટ રમાડી રહ્યા છે. જેમાં ૧ થી ૪ ખેલાડીઓ જે સિલેકટ થશે એ નેશનલ ખાતે રમશે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે એટલે રાજકોટ અને ગુજરાત એસો. એલોટ કરી છે. અહી આવનારી બ્લીસ ટુર્નામેન્ટો પણ રાખી છે. જેથી અન્ય વર્ગ પણ એનો લાભ લઈ શકશે. આમ કહીતો બે દિવસ ચેશનો જલસો જેવુ કહીશકાય આવું મંતવ્ય આપ્યુંં હતુ.

ગેસફોર્ડ ચેસ કલબ ૪૦ વર્ષથી ટુર્નામેન્ટ રમાડે છે: નટુભાઈ

wonder-chess-club-organized-successfully-rapid-chess-tournament
wonder-chess-club-organized-successfully-rapid-chess-tournament

ગેસફોર્ડ એસ કલબના પ્રેસીડેન્ટ નટુભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે છેલ્લા ૪૦ વર્ષથી ચેસ ટુર્નામેન્ટ રમાડી રહ્યા છીએ રાજકોટમાં આ એક જ એવી સંસ્થા છે જે વર્ષમાં ૨ થી૩ ટુર્નામેન્ટ યોજે છે. અને અમે આરએમસી તરફથી ઓલ ઈન્ડીયા ટુડે ડેટીંગ ટુર્નામેન્ટ કરી છે. આગળ જતા બધાના સાથ સહકારથી ખૂબ સારી ટુર્નામેન્ટ થાય એવો અમારો હેતુ છે. અમારી કામગીરી જોઈને ગુજરાત એસોસીએટે સીનીયર સીટીઝનની સીલેકશનનીજવાબદારી પણ અમને આપી છે. અવનવી ટુર્નામેન્ટો ભવિષ્યમાં થાય તથા બધાનો સાથ સહકાર રહે એવી શુભેચ્છા પાઠવી હતી.

શહેર ચેસની રમતમાં પણ અગ્રેસર રહે તેવી પ્રાર્થના: આઈ.જી. પરમાર

wonder-chess-club-organized-successfully-rapid-chess-tournament
wonder-chess-club-organized-successfully-rapid-chess-tournament

આઈ.જી. પરમાર એ અબતકની મુલાકાતે જણાવ્યું કે ઈન્ડીયાના સૌથી સિનીયર આરબીટર છે. ૭૯થી વધુ મોટી મોટી ટુર્નામેન્ટમાં જોડાયેલા છે. આજે ખૂબજ સરસ ટુર્નામેન્ટનું આયોજન કયુર્ંં છે. અને ૪૫ વર્ષથી સેવા કર્યા પછી એવુંલાગે છે રાજકોટ ખરેખર અગ્રસર થઈ રહ્યું છે. ખૂબજ સારો વિકાસ પામી રહ્યું છે. અને ચેસમાં પણ વિકાસ પામે એવી પ્રાર્થના સાથે સર્વને શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.