93 રન ચેઝ કરતા કિવિઝે 14.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેચ જીતી હતી.હેનરી નિકોલસ 30 રને અને રોસ ટેલર 37 રને અણનમ રહ્યા હતા. ભારત માટે ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી હતી. આજે કિવિઝ 212 બોલ બાકી હતા ત્યારે મેચ જીત્યું હતું, આ ભારતની સૌથી ખરાબ હાર હતી. આ અગાઉ શ્રીલંકા ભારત સામે ડમ્બુલ્લા ખાતે 209 બોલ બાકી રાખીને મેચ જીત્યું હતું.
દિવસની શરૂઆતમાં કિવિઝ ટૉસ જીતીને ટ્રેન્ટ બોલ્ટના ઘાતક સ્પેલના સહાયથી ભારતને 92 રનમાં ઓલઆઉટ કર્યું હતું. બોલ્ટે 10 ઓવરમાં 21 રન આપી 5 વિકેટ લીધી હતી. કોલીન ડી ગ્રાન્ડહોમે પણ 3 વિકેટ લીધી હતી અને તેણે બોલ્ટની જેમ એક સાથે 10 ઓવરનો સ્પેલ નાખ્યો હતો. 5 મેચની સિરીઝમાં ન્યુઝીલેન્ડે પ્રથમ મેચ જીત્યું હતું અને તે હવે સિરીઝમાં 1-3 થી પાછળ છે. સિરીઝની છેલ્લી વનડે 3 ફેબ્રુઆરીના રોજ વેલિંગ્ટન ખાતે રમાશે.
ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં ભારત 92 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લેતા ન્યુઝીલેન્ડે પહેલી 13 ઓવરમાં જ 6 વિકેટ લઈને ભારતને મેચની બહાર કરી દીધું હતું. ન્યુઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટ 10 ઓવરમાં 21 રન આપી 5 વિકેટ લીધી હતી. તેણે એકલા હાથે ભારતીય બેટિંગની કમર તોડી હતી, તેણે આ સ્પેલમાં 3 વિકેટ મેડન ઓવર નાખી હતી, જે તેનો સ્પેલ કેટલો ઘાતક હતો તે વાતની પુષ્ટિ કરે છે.
New Zealand beat India by eight wickets!
Henry Nicholls and Ross Taylor chase down the paltry target of 93 in just 14.4 overs in the fourth ODI at Seddon Park.#NZvIND SCORECARD ?https://t.co/goloMnOKex pic.twitter.com/3Bjxpfzpj8
— ICC (@ICC) January 31, 2019