સગર્ભા મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે આખુ વર્ષ નિ:શુલ્ક ટેબલેટસ અપાયા
માનવ કલ્યાણ મંડળ દ્વારા વિશ્ર્વ મહિલા દિન નિમિતે સશકિતકરણ, સ્વરોજગારી, સ્વપ્રેરણા જેવા અનેકવિધ સંકલ્પો દ્વારા ૨૦૧૯નાં વિશ્ર્વ મહિલા દિનની હેતુસભર વાસ્તવીક ઉજવણી સંસ્થાનાં ૧૦૮ કારોબારી સભ્યો અને ૧૮૫૦ સક્રિય સ્વયંસેવકો દ્વારા સંકલ્પ લઈ આ આગામી આખા વર્ષ દરમ્યાન સંસ્થાના નારી ધરી શકલ વિશ્ર્વ તણી પ્રોજેકટ અન્વયે તંદુરસ્ત સમાજનાં નિર્માણ અને ભાવી પેઢીનાં સર્વાંગી વિકાસ માટે તમામ સગર્ભા મહિલાઓને મલ્ટી વિટામીનની ટેબલેટસનો પુરો કોર્ષ અને બાળકોને વિટામીન-એ કેપ્સુઅલ, તેમજ બાળકોને પેટના ક્રુમી માટે આલ્બેડેઝોલની ટેબલેટસ નિ:શુલ્ક આપવામાં આવશે.
મા-બાપની છત્રછાયા ગુમાવી હોય કે જ‚રીયાતમંદ હોય તેવી ૧૦૧ દિકરીઓને કરીયાવર કરી લગ્ન કરાવી આપવામાં આવશે. બ્યુટીપાર્લર, શિવણ જેવી તાલીમો માનવ કલ્યાણ મંડળ દ્વારા ફ્રી આપવામાં આવે છે. કોઈપણ ઉંમરની નિરાધાર મહિલાઓને રહેવા, જમવાની, કપડા, દવા જેવી સવલતો સહ ફ્રીમાં રાખવામાં આવે છે.
ફ્રી સેવાઓ મેળવવા માટે સંસ્થાની ઓફિસ મુકેશભાઈ મેરજા, ચેરમેન, માનવ કલ્યાણ મંડળ, ૪-ગંગા, જમના, સરસ્વતી ટાવર, ગોંધીયા હોસ્પિટલ પાછળ, એકતા પ્રકાશન પાસે, યુનિ.રોડ, રાજકોટ મો.નં.૯૪૨૬૭ ૩૭૨૭૩ ઉપર ‚બ‚ સંપર્ક કરવો. સંસ્થાને અપાતું દાન ૮૦જી હેઠળ કરમુકત છે. આ સેવામાં માનવ કલ્યાણ મંડળ-ગુજરાતનાં ચેરમેન મુકેશભાઈ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, ચેરમેન (એ.સી.) નાથાભાઈ કાલરીયા, મહામંત્રી વિભાબેન પટેલ, ઉપપ્રમુખ જયોતીબેન ટીલવા, વર્ષાબેન મોરી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સંસ્થાના ૧૮૫૦ સ્વયંસેવકો પોતાના ટાઈમ ટીકીટ ટીફીન સાથે લઈ સેવા કરે છે.