બરોડા રાજપૂત યુવા સમાજ દ્વારા આયોજીત સ્પર્ધામાં ૧૭ ટીમોએ ભાગ લીધો હતો
રાજકોટ રાજવી પરીવારના મહારાણી કાદમ્બરીદેવી સંચાલીત ભગીની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબની ૧૦ દિકરીઓ તા.૩૦ ને ગુરૂવારે બરોડા ખાતે રાજપૂત યુવા એસોસીએશન દ્વારા યોજાયેલી તલવાર રાસ સ્પર્ધામાં રજત ચંદ્રક સો વિજેતા જાહેર યા છે.
વધુ વિગત મુજબ રાજકોટ મહારાણી કાદમ્બરીદેવીના માર્ગદર્શન હેઠળ ચાલતી ભગીની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબ ગીરાસદાર ક્ષત્રીય દિકરીઓ દ્વારા ગાંધીનગર, અંબાજી, શામળાજી, સુરજકુંડ (હરિયાણા) અને જગ્નનાથપુરી ખાતે યોજાયેલા તલવાર રાસ હરીફાઈમાં ભાગ લીધો હતો.
બરોડા રાજપૂત યુવા એસોસીએશન દ્વારા યોજાયેલ તલવાર મહોત્સવ ૨૦૧૯માં રાજયની ૧૭ ટીમોએ ભાગ લીધો હતો જેમાં સ્પર્ધામાં પ્રમ નંબરે મુંદ્રાને ગોલ્ડ મેડલ,ભરૂચની ટીમને સીલ્વર મેડલ અને જયારેં ભગીની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબની ટીમે ત્રીજા નંબરે વિજેતા તાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. આ ટીમમાં રેખાબા જાડેજા, કિરણબા પરમાર,હાદિર્કાબા જાડેજા,નિતાબા જાડેજા, દેવશ્રીબા જાડેજા, પુર્ણાબા ઝાલા, કૌશિકાબા જાડેજા, મહેશ્વરીબા પરમાર, જાનવીબા જાડેજા અને હર્ષાબા જાડેજા સહિત ૧૦ દિકરીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં ડીમ્પલબા જાડેજા અને નયનાબા જાડેજા જહેમત ઉઠાવી રહયા છે.