કેપ્ટન હરમનપ્રીત કૌર અને રિચા ઘોષ 72 રનની મેચ વિનિંગ ભાગીદારીથી ભારતનો આસાન વિજય: હવે ત્રીજી મેચ મેચ 18 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે રમાશે
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમની બીજી મેચ 15 ફેબ્રુઆરીએ કેપટાઉનના ન્યૂલેન્ડના સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ હતી. જેમાં ટોસ વેસ્ટ ઈન્ડિઝે જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ લઈ વેસ્ટ ઈન્ડિઝની ટીમે 6 વિકેટના નુકસાન પર 118 રન બનાવ્યા હતા. જેમાં ટેલરે 42 રનની ઈનિંગ રમી હતી. 119 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. ભારતે 18.1 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝ આપેલા લક્ષ્યાંકને ભેદી જીત મેળવી લીધી હતી.
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું છે. રિચા ઘોષે આ મેચમાં 44 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય હરમનપ્રીત કૌરે 33 રનની શાનદાર ઇનિંગ રમી છે. આ મેચ જીતીને ભારતે સતત બીજી વાર વિજય ધ્વજ લહેરાવ્યો છે. ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની 18મી ઓવરના પાંચમા બોલ પર હેનરીએ વિકટ લીધી હતી.
T20 ઈન્ટરનેશનલ મેચોના ઈતિહાસમાં ભારતીય મહિલા ટીમે અત્યાર સુધી કુલ 20 મેચોમાં વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમનો સામનો કર્યો છે. ભારતીય મહિલા ટીમે 12 મેચ જીતી છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે આઠ મેચ જીતી છે.
દીપ્તિ શર્મા ટી20માં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બની
દીપ્તિની ટી20 ઈન્ટરનેશનલમાં 100 વિકેટ પૂરી થઈ ગઈ છે. તે 100 ટી20 વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. આ મામલામાં તેણે પૂનમ યાદવ (98 વિકેટ)ને પાછળ છોડી દીધી છે. દીપ્તિ શર્મા ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 100 વિકેટ લેનારી પ્રથમ ભારતીય ક્રિકેટર છે. તેના પહેલા કોઈ પુરુષ ખેલાડી આવું કરી શક્યો નથી. પૂનમ યાદવે મહિલા ક્રિકેટમાં તેના પહેલા સૌથી વધુ 98 વિકેટ ઝડપી હતી. પુરુષોમાં યુઝવેન્દ્ર ચહલે 91 અને ભુવનેશ્વર કુમારના નામે 90 વિકેટ છે. 25 વર્ષની દીપ્તિ પહેલા મહિલાઓમાં 8 બોલરોએ 100 કે તેથી વધુ વિકેટ લીધી છે. વેસ્ટ ઈન્ડિઝની અનીસા મોહમ્મદે સૌથી વધુ 125 વિકેટ ઝડપી છે.